Assam Rifles Technical & Tradesman Recruitment Rally 2026: આસામ રાઈફલ્સમાં ટેકનિકલ અને ટ્રેડ્સમેન ભરતી રેલી જાહેર! 10મું, 12મું અને ITI પાસ યુવાનો માટે ઉત્તમ તક 🪖🇮🇳
Assam rifles technical and tradesman recruitment rally 2026: આસામ રાયફલ્સમાં ટેકનિકલ અને ટ્રેડસમેન ભરતી રેલી જાહેર!10મુ 12 મુ અને ITI પાસ યુવાનો માટે ઉત્તમ તક
Assam RifIes technical and tradesman recruitment rally 2026 ભારતના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત અર્ધલશ્કરી દળ સેવા આસામ રાયફલ્સ દ્વારા દેશના યુવાનો માટે ટેક્નિકલ અને ટ્રેડસમેન પદો પર ભરતી રેલી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
જે યુવાનો ભારતીય રક્ષા દળમાં જોડાઈને દેશની સેવા કરવા ઇચ્છે છે અને 10 મી ,12 મી કે ITI ની લાયકાત ધરાવે છે, તેમના માટે આસામ રાયફલ્સમાં ક્લાર્ક, પીએ,કૂક,સફાઈવાળા,રેડિયો મિકેનિક અને ઇલેક્ટ્રિશિયન જેવા વિવિધ પદો પર કારકિર્દી બનાવવાની સોનેરી તક છે.આ ભરતી અન્વયે ઉમેદવારો એ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ત્યારબાદ નિર્ધારિત કેન્દ્રો પર શારીરિક તથા લેખિત પરિક્ષા રેલીમાં ભાગ લેવાનો રહેશે. આ આર્ટીકલ માં અમે તમને આસામ રાયફલ્સ ભરતી 2026 ની તમામ મહત્વપૂર્ણ વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા શારીરિક ધોરણો અને ઓનલાઇન ફોર્મ ભરવાના સ્ટેપ્સ વિગતવાર જાણીશું.
આસામ રાયફલ્સ એ ભારતનું સૌથી જૂનું અર્ધલશ્કરી દળ છે,આ દળ ઉત્તર પૂર્વ ભારત માં સુરક્ષા અને કાયદો જાળવવાની સાથે દેશની આંતરિક સુરક્ષામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.અહીં સૈનિક તરીકે સેવા આપવી એ પ્રત્યેક યુવાન માટે ગૌરવની બાબત છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા નું નામ: આસામ રાયફલ્સ ભારતનું સૌથી જૂનું અર્ધલશ્કરી દળ / paramilitary force
2. પોસ્ટ નું નામ: ટેકનિકલ અને ટ્રેડસમેન (technical and tradesman: clerk,personal assistant, electrical,lineman,radio mechanic,cook,safaiwala &others)
3. જાહેરાત ટાઇટલ: Assam RifIes technical and tradesman recruitment rally 2026-27
4. કુલ જગ્યાઓ: અખિલ ભારતીય ધોરણે વિવિધ ટ્રેડની જગ્યાઓ
5. નોકરી નો પ્રકાર: કેન્દ્રીય અર્ધલશ્કરી દળ કાયમી ભરતી
6. નોકરી નું સ્થળ: આસામ રાયફલ્સ યુનિટ્સ અને સમગ્ર ભારતમાં રેલી કેન્દ્રો
7. શૈક્ષણિક લાયકાત:10 પાસ/૧૨ પાસ /ITI/ diploma અથવા સબંધીત ટ્રેડમાં ડિપ્લોમા /ડિગ્રી
8. વય મર્યાદા: 18 થી 23 /25 વર્ષ પોસ્ટ મુજબ અલગ અલગ નિયમાનુસાર અનામત વર્ગ SC/ ST/OBC ને વય મર્યાદામાં છૂટછાટ
9. પગાર ધોરણ: કેન્દ્રીય રક્ષા મંત્રાલય 7th pay Matrix મુજબ આકર્ષક પે સ્કેલ અને ડિફેન્સ ભથ્થા
10. અરજી ફી: ગ્રુપ બી પદો માટે ₹૨૦૦/- અને ગ્રુપ સી પદો માટે ₹૧૦૦/- (SC/ ST/મહિલા/માજી સૈનિકો માટે ફી માંથી સંપૂર્ણ મુક્તિ )
11. અરજી મોડ: ઓનલાઈન અરજી (assamrifles.gov.in સત્તાવાર પોર્ટલ મારફતે)
12. ઓનલાઇન અરજી શરૂ: નવેમ્બર 2026
13. અરજી કરવાની છેલ્લી તારીખ: ડિસેમ્બર 2026
14. સત્તાવાર વેબસાઈટ:assamrifles.gov.in
| ક્રમ | પોસ્ટનું નામ | જગ્યાઓ |
|---|---|---|
| 1 | વોરન્ટ ઓફિસર (સાયફર) | 121 |
| 2 | હવાલદાર (રેડિયો મિકેનિક) | 48 |
| 3 | રાઇફલમેન (લાઇનમેન ફિલ્ડ) | 21 |
| 4 | રાઇફલમેન (આર્મરર) | 19 |
| 5 | રાઇફલમેન (એન્જિનિયર ઇક્વિપમેન્ટ મિકેનિક) | 10 |
| 6 | રાઇફલમેન (રિકવરી વ્હીકલ મિકેનિક) | 4 |
| 7 | રાઇફલમેન (ઇલેક્ટ્રિશિયન મિકેનિક વ્હીકલ) | 22 |
| 8 | હવાલદાર (ઇન્સ્ટ્રુમેન્ટ રિપેરર/મિકેનિક) | 12 |
| 9 | રાઇફલમેન (મેટલસ્મિથ) | 19 |
| 10 | રાઇફલમેન (અપહોલ્સ્ટર) | 6 |
| 11 | રાઇફલમેન (સ્ટોર કીપર ટેકનિકલ, ઇલેક્ટ્રિકલ મિકેનિક એન્જિનિયર) | 18 |
| 12 | રાઇફલમેન (વ્હીકલ મિકેનિક/ફિટર) | 23 |
| 13 | રાઇફલમેન (વેલ્ડર) | 11 |
| 14 | વોરન્ટ ઓફિસર (ડ્રાફ્ટ્સમેન) | 1 |
| 15 | વોરન્ટ ઓફિસર (ઓપરેશન થિયેટર ટેકનિશિયન) | 2 |
| 16 | વોરન્ટ ઓફિસર (ફિઝિયોથેરાપિસ્ટ) | 1 |
| 17 | રાઇફલમેન (મેસન) | 7 |
| કુલ જગ્યાઓ | 354 | |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
વિવિધ ટેકનીકલ અને ટ્રેડસમેન પદો માટે શૈક્ષણિક લાયકાત નીચે મુજબ રહેશે.
1. ક્લાર્ક /પર્સનલ આસિસ્ટન્ટ
- માન્ય બોર્ડ માંથી 12 મી કક્ષા HSC પાસ + કમ્પ્યુટર પર ટાઈપિંગ સ્પીડ અંગ્રેજી 35 ડબ્લ્યુપીએમ અથવા હિન્દી 30 ડબલ્યુપીએમ
2.રેડિયો મિકેનિક /રેડિયો ઓપરેટર /ઇલેક્ટ્રિકલ
- ૧૦ મી પાસ સાથે સબંધિત ટ્રેડમાં ITI અથવા ૧૨ મી પાસ ફિઝિક્સ ,કેમેસ્ટ્રી ,મેથ્સ સાથે
3.ટ્રેડસમેન
- માન્યતા પ્રાપ્ત શાળામાંથી ધોરણ ૧૦ પાસ અથવા સંબંધિત ટ્રેડમાં મીનીમમ કુશળતા
શારીરિક ધોરણો
1. ઊંચાઈ
- સામાન્ય પુરુષ ઉમેદવારો માટે ૧૭૦ સેમી પર્વતીય વિસ્તાર ના ઉમેદવારો માટે છૂટછાટ
- મહિલા ઉમેદવારો માટે ૧૫૭ સેમી
2.છાતી
- સામાન્ય ૮૦ સેમી અને ફુલાવીને ૮૫ સેમી
3.દોડ
- પુરુષો માટે ૨૪ મિનિટમાં ૫ કિલોમીટર
- મહિલાઓ માટે ૮.૫ મિનિટમાં ૧.૬ કિલોમીટર
| વિસ્તાર/વર્ગ | ઊંચાઈ | છાતી (સામાન્ય-ફુલાવેલી) |
|---|---|---|
| મોટાભાગના વિસ્તારોના પુરુષ ઉમેદવારો | 170 સેમી | 80–85 સેમી |
| નિર્ધારિત પહાડી અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોના પુરુષ ઉમેદવારો | 165 સેમી | 78–83 સેમી |
| અનુસૂચિત જનજાતિ (ST)ના પુરુષ ઉમેદવારો | 162.5 સેમી | 76–81 સેમી |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. વય મર્યાદા
- સામાન્ય રીતે ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષ અથવા અમુક ટેકનિકલ પોસ્ટ માટે 25 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
- કેન્દ્ર સરકારના નિયમો મુજબ SC,ST ઉમેદવારોને પાંચ વર્ષ અને OBC ઉમેદવારોને ત્રણ વર્ષની વય મર્યાદા માં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
2. અરજી ફી
- ગ્રુપ બી પદો માટે ₹૨૦૦/-
- ગ્રુપ સી પદો માટે ₹૧૦૦/-
- SC/ ST/મહિલા/માજી સૈનિકો માટે ₹૦/- ફી માંથી મુક્તિ
| પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત |
|---|---|
| વોરન્ટ ઓફિસર (સાયફર) | ધોરણ 12માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત અથવા ધોરણ 10 સાથે ઇલેક્ટ્રોનિક્સ/ટેલિકોમ્યુનિકેશનમાં ડિપ્લોમા. |
| હવાલદાર (રેડિયો મિકેનિક) | ધોરણ 10 સાથે સંબંધિત ટેકનિકલ ડિપ્લોમા અથવા ધોરણ 12માં PCM. |
| રાઇફલમેન (લાઇનમેન ફિલ્ડ) | ધોરણ 10 સાથે સંબંધિત ટ્રેડમાં ITI. |
| રાઇફલમેન (આર્મરર) | ધોરણ 10 પાસ. |
| અન્ય ટેકનિકલ રાઇફલમેન પોસ્ટ્સ | ધોરણ 10 સાથે સંબંધિત ટ્રેડમાં ITI. |
| વોરન્ટ ઓફિસર (ડ્રાફ્ટ્સમેન) | ધોરણ 12 સાથે આર્કિટેક્ચરલ આસિસ્ટન્ટશિપ/ડ્રાફ્ટ્સમેનશિપમાં ડિપ્લોમા. |
| વોરન્ટ ઓફિસર (ઓપરેશન થિયેટર ટેકનિશિયન) | ધોરણ 12 સાથે ઓપરેશન થિયેટર ટેકનિશિયન કોર્સમાં ડિપ્લોમા. |
| વોરન્ટ ઓફિસર (ફિઝિયોથેરાપિસ્ટ) | ધોરણ 12 સાથે ફિઝિયોથેરાપીમાં ડિપ્લોમા. |
| રાઇફલમેન (મેસન) | ધોરણ 10 સાથે સંબંધિત ટ્રેડમાં ITI. |
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. આસામ રાયફલ્સ ની અધિકૃત વેબસાઈટ assamrifles.gov.in ઓપન કરો
2. હોમ પેજ પર online application અથવા Assam RifIes tradesman recruitment rally લિંક પર ક્લિક કરો
3. તમારું નવું રજીસ્ટ્રેશન કરી લોગીન કરો
4. ઓનલાઇન ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને લાગુ પડતી ટ્રેડ સાચો પસંદ કરો
5. પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો
6. નિયત અરજી ફી ઓનલાઈન ભરી ફોર્મ ફાઈનલ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરીને સાચવી રાખો.
| ઘટનાની વિગત | તારીખ |
|---|---|
| જાહેરાતની તારીખ | 03 નવેમ્બર 2026 |
| ઓનલાઇન અરજી શરૂ | 15 નવેમ્બર 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 14 ડિસેમ્બર 2026, રાત્રે 11:50 વાગ્યા સુધી |
| ભરતી રેલી શરૂ થવાની સંભવિત તારીખ | 18 જાન્યુઆરી 2027થી |
| વય ગણતરીની તારીખ | 01 જુલાઈ 2026 |
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
આસામ રાયફલ્સ ભરતી રેલીમાં પસંદગી નીચે મુજબના તબક્કામાં રહેશે.
1. શારીરિક ધોરણ કસોટી : ઊંચાઈ ,છાતી અને દોડની કસોટી
2. લેખિત પરીક્ષા:સામાન્ય ગ્યાન ,રિઝનિંગ,ગણિત અને અંગ્રેજી /હિન્દી વિષયની ઓબ્જેકટીવ ટેસ્ટ
3. ટ્રેડ ટેસ્ટ : સંબંધિત ટ્રેડ માટે વ્યવહારિક કૌશલ્ય કસોટી
4. તબીબી તપાસ: સૈન્યના ધોરણો મુજબ મેડિકલ ફિટનેસ ચકાસણી
વારંવાર પૂછાતા પ્રશ્નો
1. આસામ રાયફલ્સ ટેકનીકલ અને ટ્રેડસમેન ભરતી માટે કઈ શૈક્ષણિક લાયકાત જોઈએ?
જવાબ: પદ મુજબ ૧૦ મી પાસ ,૧૨ મી કે અથવા ITI ની લાયકાત જરૂરી છે.
2.અરજી કયા પોર્ટલ પરથી કરવાની રહેશે?
જવાબ: અરજી માત્ર આસામ રાયફલ્સ ની સત્તાવાર વેબસાઈટ assamrifles.gov.in પરથી ઓનલાઈન કરવાની રહેશે.
3.શું આ ભરતી માં મહિલાઓ પણ અરજી કરી શકે છે?
જવાબ: હા,આ ભરતીમાં પાત્રતા ધરાવતી મહિલા ઉમેદવારો પણ અરજી કરી શેક છે.

0 Comments