SGGU Self-Financed Colleges Recruitment 2026: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રિન્સિપાલ, પ્રોફેસર અને અધ્યાપકોની મોટી ભરતી! 🎓🏫
SGGU self financed colleges recruitment 2026: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ર કોલેજમાં પ્રિન્સિપાલ, પ્રોફેસર અને અધ્યાપકોની મોટી ભરતી
SGGU self financed colleges recruitment 2026: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સાથે સંલગ્ર પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની વિવિધ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રિન્સિપાલ, પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર તથા નોન ટીચિંગ સ્ટાફ ની વિવિધ જગ્યાઓ ભરવા માટે સત્તાવાર ભરતી જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અધ્યાપક કે પ્રિન્સિપાલ તરીકે શ્રેષ્ઠ કાર કીર્તિ બનાવવા ઇચ્છતા અને માસ્ટર ડિગ્રી, NET/SLET કે Ph.D. ની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. આ ભરતી અન્વયે આર્ટસ, કોમર્સ, સાયન્સ , બી.એડ, લો અને બીસીએ કોલેજમાં માટે અલગ અલગ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. આર્ટીકલ માં અમે તમને SGGU સંલગ્ર સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ભરતી અંગેની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક પાત્રતા, અનુભવ, અરજી કરવાની રીત અને મહત્વની સૂચનાઓ વિગતવાર પૂરી પાડી રહ્યા છે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એ ગોધરા, ગુજરાત ખાતે આવેલી રાજ્ય સરકારની મહત્વપૂર્ણ યુનિવર્સિટી છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની સેકડો ડિગ્રી અને પ્રોફેશનલ કોલેજો આ યુનિવર્સિટી સાથે સંલગ્ર છે . યુજીસી ના સુધારેલા નિયમો મુજબ કોલેજોમાં ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવા માટે લાયકાત ધરાવતા અધ્યાપકોની નિમણૂક કરવામાં આવી રહી છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થાનું નામ: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી SGGU ગોધરા સંલગ્ર સેલ્ફ ફાઇનાન્સ કોલેજો
2. પોસ્ટ નું નામ : પ્રિન્સિપાલ, પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને નોન ટીચિંગ સ્ટાફ લાઇબ્રેરીયન, પીટીઆઈ, એકાઉન્ટન્ટ, ક્લાર્ક
3. જાહેરાત ટાઇટલ: SGGU Affiliated self financed colleges recruitment 2026
4. કુલ જગ્યાઓ: વિવિધ જગ્યાઓ પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની કોલેજો માટે
5. નોકરી નો પ્રકાર: શૈક્ષણિક અને વહીવટી પદો ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ
6. નોકરી નું સ્થળ: ગોધરા, દાહોદ, લુણાવાડા, વડોદરા અને સંલગ્ર વિસ્તારો
7. શૈક્ષણિક લાયકાત: post graduation (master's degree) 55% ગુણ સાથે + NET/SLET/Ph.D. (UGC/ SGGU નિયમ અનુસાર)
8. વય મર્યાદા: UGC અને SGGU યુનિવર્સિટીના પ્રવર્તમાન નિયમો મુજબ
9. પગાર ધોરણ: યુજીસી, રાજ્ય સરકાર અને યુનિવર્સિટીના નિયમો મુજબ
10. અરજી મોડ: રજીસ્ટર્ડ પોસ્ટ (RPAD) /સ્પીડ પોસ્ટ અથવા ઈમેલ દ્વારા સબંધિત કોલેજના સરનામે
11. છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં સત્તાવાર નોટિફિકેશન મુજબ
12. સત્તાવાર વેબસાઈટ: sggu.ac.in
| અનુ. નં. | કૉલેજો | કૉલેજોની સંખ્યા | કુલ જગ્યાઓ | પ્રિન્સિપાલ | સહાયક પ્રાધ્યાપક | સહયોગી પ્રાધ્યાપક | પ્રાધ્યાપક | ગ્રંથપાલ | પી.ટી.આઈ. | ટ્યુટર |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ૧ | આર્ટ્સ કૉલેજો (બી.એ.) | ૧૦ | ૬૦ | ૪ | ૪૮ | ૦ | ૨ | ૩ | ૩ | ૦ |
| ૨ | કૉમર્સ કૉલેજો (બી.કૉમ) | ૨ | ૬ | ૦ | ૫ | ૦ | ૦ | ૧ | ૦ | ૦ |
| ૩ | સાયન્સ કૉલેજો (બી.એસસી.) | ૪ | ૩૩ | ૪ | ૨૦ | ૧ | ૦ | ૪ | ૪ | ૦ |
| ૪ | બી.એડ. કૉલેજો | ૧૭ | ૧૫૭ | ૧૦ | ૧૨૨ | ૦ | ૧૨ | ૧૦ | ૩ | ૦ |
| ૫ | બી.એસ.ડબ્લ્યુ. કૉલેજો | ૩ | ૧૭ | ૨ | ૧૧ | ૧ | ૦ | ૨ | ૧ | ૦ |
| ૬ | એમ.એસ.ડબ્લ્યુ. કૉલેજો | ૬ | ૩૮ | ૬ | ૧૯ | ૧ | ૪ | ૫ | ૩ | ૦ |
| ૭ | બી.આર.એસ. કૉલેજો | ૧ | ૬ | ૦ | ૬ | ૦ | ૦ | ૦ | ૦ | ૦ |
| ૮ | એમ.આર.એસ. કૉલેજો | ૧ | ૮ | ૧ | ૫ | ૦ | ૦ | ૧ | ૧ | ૦ |
| ૯ | બી.સી.એ. કૉલેજો | ૧ | ૭ | ૧ | ૬ | ૦ | ૦ | ૦ | ૦ | ૦ |
| ૧૦ | લૉ કૉલેજો | ૫ | ૩૨ | ૪ | ૨૦ | ૦ | ૪ | ૩ | ૧ | ૦ |
| ૧૧ | બી.એસી. નર્સિંગ કૉલેજો | ૭ | ૬૫ | ૬ | ૧૧ | ૬ | ૬ | ૪ | ૦ | ૩૨ |
| ૧૨ | પીજીડીએમએલટી કૉલેજો | ૧ | ૬ | ૧ | ૩ | ૦ | ૦ | ૧ | ૧ | ૦ |
| ૧૩ | મેડિકલ કૉલેજો (બીએચએમએસ) | ૬ | ૭૯ | ૧ | ૪૦ |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
UGC,NCTE,BCI અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના પ્રવર્તમાન નિયમો મુજબ શૈક્ષણિક લાયકાત નીચે મુજબ રહેશે
1. પ્રિન્સિપાલ
- સંબંધીત વિષયમાં મિનિમમ 55% ગુણ સાથે માસ્ટર ડિગ્રી
- Ph.D. ડિગ્રી અને યુનિવર્સિટી/કોલેજ કક્ષાએ અધ્યાપન અથવા સંશોધનનો મિનિમમ 15 વર્ષનો અનુભવ
આસિસ્ટન્ટ પ્રોફેસર
- સંબંધીત વિષયમાં ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ સાથે માસ્ટર ડિગ્રી SC/ST ઉમેદવારો માટે 50%
- UGC/CSIR દ્વારા આયોજિત NET અથવા GSET (SLET) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ
- ફુલ ટાઈમ Ph.D.ડિગ્રી ધરાવતા ઉમેદવારોને NET/ SLET માંથી નિયમ અનુસાર મુક્તિ મળવા પાત્ર રહેશે
બી. એડ. કોલેજો માટે
- M.Ed.55% ગુણ સાથે + સંબંધીત વિષયમાં M.A./M.Sc 55% ગુણ સાથે + NET અથવા Ph.D.
નોન ટીચિંગ સ્ટાફ
- લાઈબ્રેરીયન :M.Lib. ૫૫ ટકા ગુણ સાથે + NET/ SLET Ph. D.
- પીટીઆઈ (D.P.Ed/M.P.Ed): શારીરિક શિક્ષણમાં માસ્ટર ડિગ્રી
- ક્લાર્ક/એકાઉન્ટન્ટ B.Com / B.A./BCA સાથે કમ્પ્યુટરનું જ્ઞાન
🔰અરજી ફી:
| અનુ. નં. | કૉલેજો | કૉલેજોની સંખ્યા | કુલ જગ્યાઓ | પ્રિન્સિપાલ | સહાયક પ્રાધ્યાપક | સહયોગી પ્રાધ્યાપક | પ્રાધ્યાપક | ગ્રંથપાલ | પી.ટી.આઈ. | ટ્યુટર |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ૧૪ | એમ.એસસી. કૉલેજો | ૧ | ૪ | ૧ | ૨ | ૦ | ૦ | ૧ | ૦ | ૦ |
| ૧૫ | એમ.એ. | ૧ | ૬ | ૦ | ૬ | ૦ | ૦ | ૦ | ૦ | ૦ |
| ૧૬ | એમ.એસસી. નર્સિંગ કૉલેજો | ૧ | ૧ | ૦ | ૦ | ૧ | ૦ | ૦ | ૦ | ૦ |
| ૧૭ | ફિઝિયોથેરાપી કૉલેજો | ૩ | ૪૫ | ૧ | ૨૭ | ૧૧ | ૨ | ૦ | ૦ | ૪ |
| ૧૮ | કૉમર્સ કૉલેજો (એમ.કૉમ) | ૨ | ૪ | ૦ | ૩ | ૧ | ૦ | ૦ | ૦ | ૦ |
| ૧૯ | પી.બી.બી.એસસી. નર્સિંગ કૉલેજો | ૩ | ૧૮ | ૨ | ૪ | ૦ | ૪ | ૨ | ૦ | ૬ |
| ૨૦ | એમ.એડ. કૉલેજો | ૨ | ૭ | ૧ | ૪ | ૧ | ૧ | ૦ | ૦ | ૦ |
| ૨૧ | એલ.એલ.એમ. (LLM) | ૨ | ૯ | ૧ | ૭ | ૦ | ૦ | ૧ | ૦ | ૦ |
| કુલ (પોસ્ટગ્રેજ્યુએટ) | ૯૪ | ૬ | ૫૩ | ૧૪ | ૭ | ૪ | ૦ | ૧૦ | - | |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
| અનુ. નં. | કૉલેજો | કૉલેજોની સંખ્યા | કુલ જગ્યાઓ | પ્રિન્સિપાલ | સહાયક પ્રાધ્યાપક | સહયોગી પ્રાધ્યાપક | પ્રાધ્યાપક | ગ્રંથપાલ | પી.ટી.આઈ. | ટ્યુટર |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ૨૨ | ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી | ૨ | ૭ | ૧ | ૪ | ૦ | ૦ | ૦ | ૧ | ૧ |
| ૨૩ | ડિપ્લોમા એન્ડ હેલ્થ સેનિટરી | ૪ | ૧૭ | ૨ | ૧૩ | ૦ | ૦ | ૨ | ૦ | ૦ |
| કુલ (ડિપ્લોમા) | ૨૪ | ૩ | ૧૭ | ૦ | ૦ | ૨ | ૧ | ૧ | - | |
🔰પગાર ધોરણ :
અરજી કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવા રહેશે.
1. Maru gujarat અથવા SGGU યુનિવર્સિટી પોર્ટલ પરથી જે તે કોલેજની સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરો
2. તમારો તાજેતરનો ભાસ્કર સાઈઝ ફોટો ચોંટાડીને વિગતવાર બાયોડેટા તૈયાર કરો
3. તમામ શૈક્ષણિક માર્કશીટ (S.S.C. થી માસ્ટર્સ સુધી), NET/ SLET સર્ટીફીકેટ, Ph. D. નોટિફિકેશન, અનુભવના પ્રમાણપત્રો અને આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલો જોડો..
4. જાહેરાતમાં દર્શાવ્યા મુજબ અરજીના કવર પર "application for the post of____" પોસ્ટ લખવું.
5. સંબંધીત કોલેજના ટ્રસ્ટ/પ્રિન્સિપાલના સરનામે રજીસ્ટર્ડ એડી અથવા સ્પીડ પોસ્ટ મારફતે જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર મોકલી આપો. નોંધ કેટલી કોલેજો ઈમેલ મારફતે પણ અરજીઓ સ્વીકારે છે
| વિગત | સંખ્યા |
|---|---|
| ગ્રૅન્ડ ટોટલ (કુલ જગ્યાઓ) | ૬૩૨ |
| પ્રિન્સિપાલ | ૪૯ |
| સહાયક પ્રાધ્યાપક (Assistant Professor) | ૩૮૬ |
| સહયોગી પ્રાધ્યાપક (Associate Professor) | ૪૨ |
| પ્રાધ્યાપક (Professor) | ૫૩ |
| ગ્રંથપાલ (Librarian) | ૪૧ |
| પી.ટી.આઈ. (P.T.I.) | ૧૮ |
| ટ્યુટર (Tutor) | ૪૩ |
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
SGGU સંલગ્ર કોલેજમાં ભરતી પ્રક્રિયા નીચે મુજબ હાથ ધરવામાં આવશે
1. એપ્લિકેશન સ્ક્રીનિંગ: શૈક્ષણિક લાયકાત, માર્કશીટ અને અનુભવના આધારે અરજીઓની ચકાસણી 2. રૂબરૂ ઇન્ટરવ્યૂ: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોની યુનિવર્સિટી પ્રતિનિધિ અને સબ્જેક્ટ એક્સપર્ટ ની બનેલી સિલેક્શન કમિટી સમક્ષ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે
3. યુનિવર્સિટી એપ્રુવલ: ઇન્ટરવ્યૂમાં પસંદ પામેલ ઉમેદવારોના કાગળો SGGU યુનિવર્સિટી મંજૂરી માટે મોકલવામાં આવશે.
Gujju rozgar pro tips 💡
1. બે નકલ તૈયાર કરો: કેટલીક કોલેજો એક નકલ કોલેજ સરનામે અને બીજી નકલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર વિભાગના મોકલવાનો જણાવે છે, તેથી નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચીને અરજી કરવી.
2.API સ્કોર/ સંશોધન પત્ર: જો તમારી પાસે રિસર્ચ પેપર કે પુસ્તકોનું પ્રકાશન હોય તો તેની નકલ સાથે જોડવાથી ઇન્ટરવ્યૂમાં વિશેષ ગુણ પ્રાપ્ત થાય છે.
❓વારંવાર પૂછાતા પ્રશ્નો
1. SGGU સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે કઈ લાયકાત જોઈએ?
જવાબ: એ સબંધી વિષયમાં 55 ટકા માર્ક સાથે માસ્ટર ડિગ્રી અને NET/SLET અથવા Ph.D. ફરજિયાત છે.
2. અરજી કેવી રીતે મોકલવાની રહેશે?
જવાબ: નિયત ડોક્યુમેન્ટ સાથેની અરજી સંબંધિત કોલેજના સરનામે રજીસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી મોકલવાની રહેશે.
3. શું આ સરકારી કાયમી ભરતી છે?
જવાબ: ના, આશ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સાથે સંલગ્ર સ્વનિર્ભર કોલેજોની ભરતી છે.

0 Comments