GSSSB Surveyor Recruitment 2026: 78 જગ્યાઓ માટે ભરતી

GSSSB Surveyor Recruitment 2026: 78 જગ્યાઓ માટે ભરતી


GSSSB Surveyor Recruitment 2026-27 – 78 Surveyor Class-3 Vacancies in Gujarat

ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે GSSSB દ્વારા દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વન અને પર્યાવરણ વિભાગ હેઠળ surveyor, class 3 ની કુલ જગ્યા 78 જગ્યાઓ ભરવા માટે  જાહેરાત ક્રમાંક 467/2026-27 બહાર પાડવામાં આવી છે.


આ ભરતી માં સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો તેમજ સરકાર દ્વારા માન્ય આઈ.ટી.આઈ માંથી  surveyor  નો એક અથવા બે વર્ષનો કોર્સ પૂર્ણ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. 

પસંદગી પામેલા ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ નિયમો અને નિમણૂકની શરતો મુજબ લેવલ 4 નું પગાર ધોરણ લાગુ થઈ શકે છે.

લાયક ઉમેદવારો ઓજસ પોર્ટલ મારફતે 20 નવેમ્બર 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. 

GSSSB surveyor ભરતી કયા વિભાગમાં થશે?

આ ભરતી ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ હેઠળની surveyor,class 3 પોસ્ટ માટે કરવામાં આવી રહી છે. 

Surveyor નું કાર્ય જમીન, વિસ્તાર અને વિવિધ સ્થળોની માપણી તથા સર્વેક્ષણ સંબંધિત હોય છે. આ ક્ષેત્રમાં નકશા, માપણી ના રેકોર્ડ અને સર્વેક્ષણ સંબંધિત માહિતી તૈયાર કરવાની કામગીરી નો સમાવેશ થઈ શકે છે.

આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને વિભાગની જરૂરિયાત મુજબ જવાબદારી  સોંપવામાં આવશે.


જગ્યાઓની વિગતો 

આ ભરતીમાં કુલ 78 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે

ઉપલબ્ધ ભરતી વિગતો મુજબ કેટેગરી પ્રમાણેની જગ્યાઓ નીચે મુજબ દર્શાવવામાં આવી છે. 

1. બિન અનામત general 35 જગ્યાઓ
2. EWS આઠ જગ્યાઓ 
3. SEBC 10 જગ્યાઓ 
4. SC ચાર જગ્યાઓ 
5. ST 20 જગ્યાઓ 
6. ફુલ 78 જગ્યાઓ 

મહત્વપૂર્ણ: ઉપલબ્ધ ભરતી પેજમાં કેટેગરી મુજબની જગ્યાઓના સરવાળા અને કુલ જગ્યાઓ વચ્ચે તફાવત જોવા મળે છે. અન્ય ભરતી સારાંશો માં પણ કેટેગરીવાર આંકડા અલગ દર્શાવાયા છે. તેથી ઉપર દર્શાવેલ પ્રાથમિક માહિતી તરીકે ગણવો અને અરજી કરતાં પહેલાં સત્તાવાર જાહેરાત 467/2026-27માં આપેલું જગ્યાવાર માહિતી તપાસવું m મહિલા અનામત સહિતની પેટા શ્રેણીઓ કુલ જગ્યાઓમાં સમાવિષ્ટ હોઈ શકે છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
  • 🏢 સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
  • 🏛️ વિભાગ: વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર
  • 📢 જાહેરાત ક્રમાંક: 467/2026-27
  • 💼 પોસ્ટનું નામ: Surveyor, Class-3
  • 🔢 કુલ જગ્યાઓ: 78
  • 🎓 લાયકાત: સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા માન્ય ITI Surveyor સર્ટિફિકેટ
  • 💰 પ્રથમ 5 વર્ષનો પગાર: ₹26,000 ફિક્સ પ્રતિ માસ
  • 💵 ત્યારબાદ પગાર ધોરણ: ₹25,500–₹81,100 (લેવલ-4), લાગુ શરતો મુજબ
  • 🎂 વયમર્યાદા: 18થી 33 વર્ષ; નિયમ મુજબ છૂટછાટ
  • 💻 અરજીનો પ્રકાર: ઓનલાઈન
  • 📅 અરજી શરૂ તારીખ: 30 ઓક્ટોબર 2026
  • ⏰ અરજીની છેલ્લી તારીખ: 20 નવેમ્બર 2026
  • 💳 ફી ભરવાની છેલ્લી તારીખ: 23 નવેમ્બર 2026
  • 📝 પસંદગી પ્રક્રિયા: સ્પર્ધાત્મક પરીક્ષા, શારીરિક માપદંડ અને વૉકિંગ ટેસ્ટ સહિતની નિર્ધારિત પ્રક્રિયા


વિગતોમાહિતી
ભરતી સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગવન અને પર્યાવરણ વિભાગ
જાહેરાત ક્રમાંક467/202627
પોસ્ટનું નામસર્વેયર, વર્ગ-3
કુલ જગ્યાઓ78
શૈક્ષણિક લાયકાતસિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા માન્ય ITI સર્વેયર કોર્સ
વયમર્યાદા18 થી 33 વર્ષ
ફિક્સ પગાર₹26,000 પ્રતિ મહિનો (પ્રથમ 5 વર્ષ)
અરજી મોડઓનલાઇન
અરજીની છેલ્લી તારીખ20 નવેમ્બર 2026


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


GSSSB surveyor ભરતી માટે ઉમેદવાર પાસે નીચે દર્શાવેલી લાયકાત માંથી લાગુ પડતી લાયકાત હોવી જરૂરી છે. 

1. Civil engineering diploma 
- માન્ય  technical examination board અથવા માન્ય યુનિવર્સિટી/સંસ્થા દ્વારા આપવામાં આવેલ Civil engineering diploma 
- સરકાર દ્વારા માન્ય સમકક્ષ ડિપ્લોમા લાયકાત.

2. ITI surveyor course 
- સરકાર દ્વારા માન્ય  industrial training institute ITI માંથી  surveyor ન ઓછામાં ઓછો એક વર્ષ અથવા બે વર્ષનો કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ. 

3. માન્ય સમકક્ષ ડિપ્લોમા

ઉપલબ્ધ ભારતીય વિગતો મુજબ નીચેના કેટલાક ડિપ્લોમા પણ સમકક્ષ લાયકાતમાં દર્શાવવામાં આવ્યા છે. 

-  diploma in Civil and rural engineering 
- diploma in civil draftsman
- diploma in civil engineering and planning 
- diploma in civil engineering building service engineering 
- diploma in Civil engineering construction technology 
- diploma in civil technology 
- diploma in construction engineering 
- diploma in construction technology 
- diploma in construction technology and management 
- diploma in quantity surveying and construction management 
- diploma in survey engineering 
- diploma in transportation engineering

ખાસ નોંધ:civil engineering માં  B.E./B.Tech ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ ભારતી ની જાહેરાત મુજબ અરજી કરવા પાત્ર નથી. સમકક્ષ ડિપ્લોમાની માન્યતા અંગે અંતિમ નિર્ણય સત્તાવાર જાહેરાતમાં આપેલી શરતો  મુજબ થશે.

કમ્પ્યુટર જ્ઞાન 

ઉમેદવાર પાસે  ગુજરાત સિવિલ સર્વિસિસના  લાગુ ભરતી નિયમો મુજબ કમ્પ્યૂટર એપ્લિકેશન નું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે.

ભાષા નું જ્ઞાન 

ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી બંને ભાષા નું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

🔰અરજી ફી:

ઉપલબ્ધ ભરતી  વિગતો મુજબ પરીક્ષા ફી નીચે પ્રમાણે છે:

1. બિનઅનામત ₹500
2. મહિલા ઉમેદવારો ₹400
3. SEBC/SC/ST/EWS ₹400
4. દિવ્યાંગ ઉમેદવારો ₹400
5. ભૂતપૂર્વ સૈનિકો ₹400


પરીક્ષા ફી ભર્યા બાદ પરીક્ષામાં વાસ્તવ માં હાજર રહેનાર ઉમેદવારોને નિયમ મુજબ ફી પરત મળવાની જોગવાઈ દર્શાવવામાં આવી છે. પરીક્ષામાં ગેરહાજર રહેનારા ઉમેદવારોને ફી પરત નહીં મળે. ફી ભરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર 2026 છે.

🔰શારીરિક  માપદંડ 


આ ભરતીમાં ઉમેદવારોએ નિર્ધારિત શારીરિક માપદંડ પૂર્ણ કરવા જોઈએ 

પુરુષો ઉમેદવારો માટે 

- ગુજરાતના ST ઉમેદવાર માટે લઘુત્તમ ઊંચાઈ 155 સેમી છાતી સામાન્ય 78 સેમી ફુલાવ્યા પછી 84 સેમી વજન 50કિગ્રા 
- અન્ય ઉમેદવાર: લઘુત્તમ ઊંચાઈ 163 સેમી સામાન્ય છાતી 78 સેમી ફુલાવ્યા પછી 84 સેમી વજન 50 કિગ્રા 

છાતીના માપના ઓછામાં ઓછો પાંચ સેમી નો તફાવત જરૂરી હોવાનું ઉપલબ્ધ વિગતોમાં દર્શાવાયું છે. 


મહિલા ઉમેદવારો માટે 

- ગુજરાતની ST ઉમેદવાર: લઘુત્તમ ઊંચા 145 સેમી વચન ૪૫ કીગ્રા
- અન્ય ઉમેદવાર: લઘુત્તમ ઊંચા 150 સેમી વજન ૪૫ કીગ્રા 

આ માપદંડો મેડિકલ ઓફિસર દ્વારા ચકાસવામાં આવી શકે છે. અંતિમ માપદંડ માટે સત્તાવાર જાહેરાતનો આધાર લેવો.

વૉકિંગ ટેસ્ટ

ઉપલબ્ધ ભરતી વિગતો મુજબ પસંદગી પ્રક્રિયામાં વોકિંગ ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. 

1. પુરુષ ઉમેદવારો ચાર કલાકમાં 25 km ચાલવાની કસોટી 
2. મહિલા ઉમેદવારો માટે ચાર કલાકમાં 14 કિલોમીટર ચાલવાની કસોટી 

વોકિંગ ટેસ્ટ સંબંધિત તમામ નિયમો, છૂટછાટ અને ફરી તક અંગેની જોગવાઈ સત્તાવાર જાહેરાત માં તપાસવી.


ઉમેદવારનો વર્ગઊંચાઈવજન
ગુજરાતના મૂળ ST પુરુષ155 સેમી50 કિગ્રા
અન્ય પુરુષ ઉમેદવાર163 સેમી50 કિગ્રા
ગુજરાતની મૂળ ST મહિલા145 સેમી45 કિગ્રા
અન્ય મહિલા ઉમેદવાર150 સેમી45 કિગ્રા

પુરુષ ઉમેદવારો માટે છાતી: સામાન્ય સ્થિતિમાં 78 સેમી અને ફુલાવ્યા બાદ 84 સેમી (ઓછામાં ઓછો 5 સેમીનો વધારો).

કેટેગરીજગ્યાઓ
બિનઅનામત (General)35
EWS9
SEBC20
SC4
ST10
કુલ78

નોંધ: કેટેગરી મુજબની જગ્યાઓ તથા મહિલા અને ભૂતપૂર્વ સૈનિક અનામતની વિગતો સત્તાવાર જાહેરાતમાં ચકાસવી.


🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

ઉમેદવારની ઉંમર ગણતરી 20 નવેમ્બર 2026 ના રોજ કરવામાં આવશે.

1. લઘુત્તમ વય 18 વર્ષ 
2. સામાન્ય વર્ગ ના પુરુષ ઉમેદવાર માટે 33 વર્ષ 
3. સામાન્ય વર્ગ ની મહિલા ઉમેદવાર માટે 38 વર્ષ 
4. અનામત વર્ગના પુરુષ ઉમેદવાર માટે 38 વર્ષ 
5. અનામત વર્ગની મહિલા ઉમેદવાર માટે 43 વર્ષ 

દિવ્યાંગ ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિકોને ગુજરાત સરકારના લાગુ નિયમો મુજબ વય મર્યાદા માં છૂટછાટ મળી શકે છે. ચોક્કસ છૂટછાટ માટે સત્તાવાર જાહેરાત તપાસવી.


ઉમેદવારનો વર્ગઅરજી ફી
બિનઅનામત (General)₹500
અનામત વર્ગ / મહિલા / EWS / SEBC / SC / ST / દિવ્યાંગ / ભૂતપૂર્વ સૈનિક₹400

નોંધ: પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને નિયમો મુજબ ફી પરત મળી શકે છે. ફી ભરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર 2026 છે.

વિભાગવિષયગુણ
ભાગ-Aતાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન30
ભાગ-Aગાણિતિક અભિરુચિ30
ભાગ-Aભારતીય બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી ભાષા સમજ30
ભાગ-Bસર્વેયર વિષયને લગતા ટેકનિકલ પ્રશ્નો120
કુલકુલ ગુણ210

પરીક્ષાનો સમય: 3 કલાક (180 મિનિટ). ખોટા જવાબ માટે 1/4 નેગેટિવ માર્કિંગ. ભાગ-A અને ભાગ-B બંનેમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવવાના રહેશે.


🔰પગાર ધોરણ :

આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે. 

1. પ્રથમ પાંચ વર્ષ ₹26,000 પ્રતિ માસ ફિક્સ 
2. ત્યારબાદ ₹25,500 - ₹81,100
3. Pay level : level 4

પાંચ વર્ષ પછી નિયમિત પગાર ધોરણ લાગુ થવું સંતોષકારક સેવા અને નિમણૂક સંબંધિત લાગુ શરતોને આધીન છે.


★અરજી કરતી વખતે નીચેની માહિતી અને દસ્તાવેજો તૈયાર રાખો 


1. આધારકાર્ડ અથવા અન્ય માન્ય ઓળખ પત્ર 
2. ધોરણ 10 ની માર્કશીટ 
3. ધોરણ 10નું પ્રમાણપત્ર 
4. Civil engineering diploma ની માર્કશીટ અને પ્રમાણપત્ર 
5. ITI surveyor સર્ટીફીકેટ જો લાગુ પડતું હોય 
6. પાસપોર્ટ સાઇઝ નો તાજેતર નો ફોટો 
7. ઉમેદવારની સહી 
8. જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય 
9. EWS પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય 
10. દિવ્યાંગ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય 
11. બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ 
12. OTR અને અરજીની વિગતો 


વિગતતારીખ અને સમય
ઓનલાઇન અરજી શરૂ30 ઓક્ટોબર 2026, બપોરે 2:00 વાગ્યે
ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ20 નવેમ્બર 2026, રાત્રે 11:59 વાગ્યે
ફી ભરવાની છેલ્લી તારીખ23 નવેમ્બર 2026
પરીક્ષાની તારીખજાહેર થવાની બાકી
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)


Post a Comment

0 Comments