SSC CHSL Recruitment 2026: ધોરણ 12 પાસ માટે કેન્દ્ર સરકારમાં ક્લાર્ક અને ડેટા એન્ટ્રી ઓપરેટરની બમ્પર ભરતી

SSC CHSL Recruitment 2026: ધોરણ 12 પાસ માટે કેન્દ્ર સરકારમાં ક્લાર્ક અને ડેટા એન્ટ્રી ઓપરેટરની બમ્પર ભરતીSSC CHSL Recruitment 2026, SSC CHSL Notification 2026, 12th Pass Govt Jobs, LDC JSA DEO Vacancy, Staff Selection Commission Jobs, SSC CHSL Online Apply, Central Govt Jobs for 12th Pass, SSC CHSL Syllabus in Gujarati, SSC CHSL Age Limit, Govt Clerk Jobs, SSC OTR Registration, Gujju Rozgar SSC Updates, એસએસસી સીએચએસએલ ભરતી 2026, ધોરણ 12 પાસ સરકારી નોકરી, કેન્દ્ર સરકારની ક્લાર્ક ભરતી, એસએસસી ગુજરાત ભરતી

 SSC CHSL Recruitment 2026: ધોરણ 12 પાસ માટે કેન્દ્ર સરકારમાં ક્લાર્ક અને ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી જાહેર થઈ છે, આ લેખ માં તમને સિલેબસ અને ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી આપેલી છે.

નમસ્કાર મિત્રો! ગુજ્જુ રોજગાર (Gujju Rozgar) પર તમારું હાર્દિક સ્વાગત છે. જે યુવાનોએ તાજેતરમાં જ ધોરણ ૧૨ પાસ કર્યું છે અને કોલેજના અભ્યાસ સાથે અથવા સીધા જ કેન્દ્ર સરકારની સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે, તેમના માટે વર્ષ ૨૦૨૬ ની સૌથી મોટી ભરતીની જાહેરાત થઈ ગઈ છે. ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સીધી નિમણૂક આપતી આ પરીક્ષા લાખો વિદ્યાર્થીઓની પહેલી પસંદ હોય છે. સત્તાવાર નોટિફિકેશનનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને ખાસ તમારા માટે આ માહિતી એકદમ સરળ અને સચોટ ભાષામાં તૈયાર કરી છે, જેથી તમને ફોર્મ ભરવામાં કોઈ જ ભૂલ ન થાય.

ભારત સરકારની મુખ્ય ભરતી સંસ્થા 'સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)' દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 'કમ્બાઈન્ડ હાયર સેકન્ડરી (10+2) લેવલ એક્ઝામિનેશન (CHSL) - ૨૦૨૬' માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ વર્ષે કુલ અંદાજિત ૨,૫૩૬ ખાલી જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે. આ ભરતી અંતર્ગત લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC), જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ (JSA) અને ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) જેવી ગ્રુપ 'C' ની જગ્યાઓ ભરવામાં આવશે. આ લેખમાં SSC CHSL ભરતી ૨૦૨૬ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ (Tier-1 અને Tier-2), પગાર ધોરણ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ અને ઝીણવટભરી માહિતી આપવામાં આવી છે

.
-->પોસ્ટ વિશેની વિસ્તૃત માહિતી
SSC CHSL હેઠળ ભારત સરકારના વિવિધ મંત્રાલયો, CBI, ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), વિદેશ મંત્રાલય અને કેબિનેટ સેક્રેટરીએટ જેવી ઉચ્ચ કચેરીઓમાં સ્ટાફની નિમણૂક થાય છે.
૧. લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) / JSA: આ પોસ્ટમાં ઓફિસનું વહીવટી કામ, ફાઈલોનું મેન્ટેનન્સ, ડેટા એન્ટ્રી અને પત્રો ટાઈપ કરવાનું કામ કરવાનું હોય છે.
૨. ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO / DEO Grade A): આ પોસ્ટમાં કમ્પ્યુટર પર ઝડપી ડેટા એન્ટ્રી, સરકારી ડેટાબેઝનું સંચાલન અને એક્સેલ/વર્ડ પર રિપોર્ટ બનાવવાનું કામ હોય છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

 1.સંસ્થાનું નામ: સ્ટાફ સિલેક્શન કમિશન (Staff Selection Commission - SSC).

2.પરીક્ષાનું નામ: કમ્બાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ (CHSL - 10+2) પરીક્ષા ૨૦૨૬.

3.પોસ્ટનું નામ: લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) / જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ (JSA) અને ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO).

4.કુલ ખાલી જગ્યાઓ: અંદાજિત ૨,૫૩૬ જગ્યાઓ.

5.નોકરીનો પ્રકાર: કેન્દ્ર સરકારની કાયમી નોકરી (Group C).

6.અરજી કરવાનું માધ્યમ: સંપૂર્ણપણે ઓનલાઈન (SSC ની નવી સત્તાવાર વેબસાઇટ ⁠ssc.gov.in⁠ પરથી).

7.ઓનલાઈન ફોર્મની તારીખો: ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૦૭ ઓક્ટોબર ૨૦૨૬.

8.વય મર્યાદા: ૧૮ થી ૨૭ વર્ષ (SC/ST ને ૫ વર્ષ અને OBC ને ૩ વર્ષની છૂટછાટ). 

9.શૈક્ષણિક લાયકાત: માન્ય બોર્ડમાંથી ધોરણ ૧૨ પાસ (અમુક DEO પોસ્ટ માટે વિજ્ઞાન પ્રવાહ અને ગણિત જરૂરી). 

10.અરજી ફી: જનરલ/OBC/EWS પુરુષો માટે રૂ. ૧૦૦/-. (તમામ મહિલાઓ, SC, ST અને દિવ્યાંગ માટે ફ્રી).
SSC CHSL ભરતી 2026 ના મુખ્ય અંશો
ભરતી સંસ્થા સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટનું નામ લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC), જુનિયર સેક્રેટરિએટ આસિસ્ટન્ટ (JSA), ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)
જાહેરાત નંબર CHSL 2026 નોટિફિકેશન
કુલ ખાલી જગ્યાઓ 2500+
નોકરીનું સ્થળ સમગ્ર ભારત (All India)
કેટેગરી સરકારી નોકરી
સત્તાવાર વેબસાઇટ www.ssc.gov.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

કારણ કે આ પરીક્ષા (10+2) લેવલની છે, તેથી આમાં ગ્રેજ્યુએશનની જરૂર નથી.

1. LDC / JSA અને સામાન્ય DEO પોસ્ટ માટે: ઉમેદવારે સરકાર માન્ય કોઈપણ બોર્ડમાંથી (જેમ કે GSEB, CBSE) કોઈપણ પ્રવાહમાં (આર્ટસ, કોમર્સ કે સાયન્સ) ધોરણ ૧૨ (12th Standard) પાસ કરેલું હોવું જોઈએ. 

2.DEO Grade 'A' (અમુક ખાસ મંત્રાલયો માટે - દા.ત. CAG): અમુક ગણતરીની DEO પોસ્ટ્સ માટે ઉમેદવારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ (Science Stream) માં ગણિત (Mathematics) વિષય સાથે પાસ કરેલું હોવું ફરજિયાત છે. 

💡 Gujju Rozgar Pro Tip: જો તમે હાલમાં ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છો, તો પણ તમે આ ફોર્મ ભરી શકો છો. પરંતુ શરત માત્ર એટલી છે કે દસ્તાવેજ ચકાસણીની નિર્ધારિત તારીખ સુધીમાં તમારી પાસે ધોરણ ૧૨ પાસ કર્યાની ઓરિજિનલ માર્કશીટ હોવી જોઈએ.

🔰અરજી ફી:

1. જનરલ UR, OBC અને EWS ના પુરુષ ઉમેદવારો માટે માત્ર રૂ. 100)-.
2. તમામ વર્ગની મહિલાઓ,SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે ફી સંપૂર્ણ પણે માફ છે . કોઈ ફી ભરવાની નથી.
3. ફી ફાઈનલ UPI, નેટ બેન્કિંગ, કાર્ડ થી ભરી શકાશે.

પોસ્ટનું નામ કુલ ખાલી જગ્યા શૈક્ષણિક લાયકાત
LDC, JSA, DEO 2500+ માન્ય બોર્ડ/યુનિવર્સિટીમાંથી 12મું પાસ

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

વય મર્યાદા Age Limit As on 01.08.2026
અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 1 ઓગસ્ટ 2026 ના રોજ નીચે મુજબ હોવી જોઈએ: 
1. સામાન્ય અને EWS વર્ગ માટે 18 થી 27 વર્ષ. ઉમેદવાર નો જન્મ 02 ઓગસ્ટ 1999 થી 1 ઓગસ્ટ 2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
2. વય મર્યાદામાં છૂટછાટ:
1. SC, ST ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મહત્તમ 32 વર્ષ સુધી.
2. OBC ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ મહત્તમ 30 વર્ષ સુધી. 
3. દિવ્યાંગ ઉમેદવારો ને 10 થી 15 વર્ષ ની છૂટછાટ.

ઇવેન્ટ તારીખ
અરજી શરૂ થવાની તારીખ 07 સપ્ટેમ્બર 2026
અરજી કરવાની છેલ્લી તારીખ 07 ઓક્ટોબર 2026
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 08 ઓક્ટોબર 2026 (સંભવિત)
ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ 09 ઓક્ટોબર 2026 (સંભવિત)
ચલણ દ્વારા ચુકવણીની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2026 (સંભવિત)
સુધારા વિન્ડોની તારીખો પછીથી જાણ કરવામાં આવશે
ટાયર-I પરીક્ષાની તારીખ પછીથી જાણ કરવામાં આવશે
ટાયર-II પરીક્ષાની તારીખ પછીથી જાણ કરવામાં આવશે

🔰પગાર ધોરણ :

કેન્દ્ર સરકાર ની નોકરી હોવાથી સાતમા પગાર પંચ મુજબ પગાર ધોરણ અત્યંત આકર્ષક હોય છે.
1.LDC/JSA: બેઝિક પે રૂ.19,900/- થી રૂ.63,200/-. શરૂઆતી માસિક પગાર અંદાજિત રૂ.30,000 થી રૂ.32,000/- ની આસપાસ થાય છે.
2. DEO/DEO grade A: બેઝિક પે રૂ.25,500/- થી રૂ.92,300/- શરુઆતી માસિક પગાર અંદાજિત રૂ.38,000/- થી રૂ.40,000)- સુધી થાય છે. 
3. આ ઉપરાંત મોંઘવારી ભથ્થું, મકાન ભાડુ, ટ્રાવેલ એલાઉન્સ, અને CGH ની મફત તબીબી સારવારની સુવિધા મળે છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

SSC એ તાજેતરમાં પોતાની નવી વેબસાઇટ લોન્ચ કરી છે. ફોર્મ ભરવા માં ભૂલ ન થાય તે માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:
1. સૌથી પહેલા SSC ની સત્તાવાર વેબસાઈટ ssc.gov.in ની મુલાકાત લો. જૂની વેબસાઇટ ssc.nic in હવે બંધ છે.
2. જો તમે નવી વેબસાઇટ પર  પહેલી વાર આવ્યા છો, તો One Time Registration (OTR) કરવું પડશે. Login/Register  પર ક્લિક કરી તમારી બેઝિક વિગતો નાખીને OTR પૂરું કરો.
3. OTR કર્યા બાદ, તમારા રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ વડે લોગીન કરો.
4. ડેસબોર્ડ  પર combined Higher Secondary (10 +2 ) leval examination,2026 ની નીચે apply બટન પર ક્લિક કરો.
5. ઓનલાઇન ફોર્મ માં પરીક્ષા કેન્દ્ર ની પસંદગી તમે ગુજરાત ના 3 સેન્ટર પસંદ કરી શકો છો અને ટાઈપિંગ ટેસ્ટનું માધ્યમ અંગ્રેજી કે હિન્દી પસંદ કરો .
6. ફોટોગ્રાફ નો નવો નિયમ: હવે SSC ફોર્મમાં લાઇવ ફોટો વેબકેમ કે મોબાઇલ કેમેરાથી ખેંચવાનો હોય છે. પાછળનું બેક ગ્રાઉન્ડ પ્લેન સફેદ રાખવાનું અને ચશ્મા કે ટોપી ન પહેરવા.
7. સહી સ્કેન કરીને અપલોડ કરો.
8. જો ફી લાગુ પડતી હોય તો  ઓનલાઇન ભરીને  ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ કાઢી લો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

પસંદગી પ્રક્રિયા બે વિભાગમાં વહેંચાયેલિ છે. આખી પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ CBT ઓનલાઈન જ લેવાય છે.
1. Tier -1 પરીક્ષા ( પ્રિલિમ્સ): આ પરીક્ષામાં 100 પ્રશ્નો 2 00 માર્ક્સ પૂછવામાં આવે છે. સમય 1 kalak નો હોય છે .
-   English language: 25 પ્રશ્નો 50 માર્ક્સ 
- General intelligence ( Reasoning): 25 પ્રશ્નો 50 માર્ક્સ 
- Quantitative aptitude ગણિત: 25 પ્રશ્નો 50 માર્ક્સ 
- general awareness ( GK): 25 પ્રશ્નો 50 માર્ક્સ .
- નોંધ: tier - 1 માત્ર ક્વોલિફાઇંગ હોય છે, ખોટા જવાબ દીઠ 0.50 માર્કની નેગેટિવ માર્કિંગ હોય છે. 

Tier -2 પરીક્ષા ( મેઇન્સ અને સ્કીલ ટેસ્ટ): 
આ તબક્કો સૌથી મહત્વનો છે. કારણ કે ફાઈનલ મેરીટ આના પરથી જ બને છે.areer power.
1. આમ ગણિત, રિઝનિંગ, અંગ્રેજી અને જનરલ અવેરનેસ ની મોટી પરીક્ષા લેવાય છે. સાથે જ કોમ્પ્યુટર નોલેજ નો ટેસ્ટ પણ લેવાય છે.
2. Tayping/ skil test: લેખિત પરીક્ષાના જ દિવસે તમરો ટાઈપિંગ ટેસ્ટ લેવાય છે. LDC માટે અંગ્રેજીમાં 35 wpm અથવા હિન્દીમાં 30 wpm ની સ્પીડ હોવી જરૂરી છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો 
1. પ્રશ્ન એ શું હું આ પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકું છું?
જવાબ: હા! SSC દ્વારા હવે tier 1 અને tier 2 ની પરીક્ષા અગ્રીજી વિષય શિવાય પ્રાદેશિક ભાષાઓમા પણ લેવાય છે. એટલે કે તમે  ગુજરાતી ભાષામાં પ્રશ્નો વાચી અને સોલ્વ કરી શકો છો.
2. ટાઈપિંગ ટેસ્ટ માટે કોઈ સર્ટિફિકેટ જોઈશે?
જવાબ: ના, કોઈ કોમ્પ્યુટર કે ટાઈપિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાની જરૂર નથી. તમારે માત્ર રૂબરૂ જઈને કોમ્પ્યુટ પર સ્પીડ બતાવવાની રહે છે.

નોંધ! અમે અહીં આપેલ માહિતી SSC ના સત્તાવર નોટિફિકેશન ના આધારે સચોટ આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. તેમ છતાં, ઓનલાઇન અરજી કરતા પહેલા ઉમેદવારોએ ssc gov.in પર જઈને પીડીએફ જાહેરાત જાતે વાંચી લેવા ખાસ વિનંતી છે.

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો. કેન્દ્ર સરકારમાં ક્લાર્ક બનાવના તમારા સપનાને પૂરું કરવા માટે ગુજ્જુ રોજગાર ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ!

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026