SBI SCO Recruitment 2026: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ની બમ્પર ભરતી
SBI SCO Recruitment 2026: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ની બમ્પર ભરતી
નમસ્કાર મિત્રો! ગુજ્જુ રોજગારની વેબસાઈટ પર તમારું હાર્દિક સ્વાગત છે. જે પ્રોફેશનલ અને યુવાનો ભારતની સૌથી મોટી અને નંબર વન પબ્લિક સેક્ટર બેંક એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં સીધા ઓફિસર કક્ષાની સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે વર્ષ 2026 ની સૌથી મોટી અને શાનદાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મેં સત્તાવાર નોટિફિકેશનનો જીનવટ પૂર્વક અભ્યાસ કરીને ખાસ તમારા માટે આ માહિતી એકદમ સરળ અને સચોટ ભાષામાં તૈયાર કરી છે જેથી તમને ફોર્મ ભરવા માટે તૈયારી કરવામાં કોઈએ જ મૂંઝવણ ન રહે.
ભારત સરકારના નાણામંત્રાલય હેઠળ કાર્યરત state bank of india દ્વારા વર્ષ 2026 માટે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ની બમ્પર ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
સામાન્ય રીતે બેંકમાં ક્લાર્ક કે પ્રવેશ નરી ઓફિસરની જે ભરતી આવે છે, તેમાં લાંબી અને અઘરી લેખિત પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. પરંતુ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની નોકરી તેનાથી સાવ અલગ હોય છે. આમાં તમારે તમારા પોતાના અભ્યાસના ફીડ જેમકે it, ફાઇનાન્સ, લો, risk management માં જ બેંકની વિશેષ કામગીરી સંભાળવાની હોય છે. જો તમે એન્જિનિયરિંગ, ફાઇનાન્સ કે કાયદાના ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે, તો ઉચા પગાર અને બેસ્ટ કરિયર ગ્રોથ સાથે દેશની સૌથી મોટી બેંકમાં જોડાવાનું આ એક સારો મોકો છે. આજના આ વિસ્તૃત લેખમાં આપણે SBI SCO ભરતી 2026 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, કામગીરી, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર એટલે શું?
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એક વિશાળ બેંક છે. અને તેના સંચાલન માટે માત્ર બેન્કર જ નહીં પરંતુ સ્પેશિયલ ડિસ્ટર્બ પ્રોફેશનલ ની પણ જરૂર પડે છે. SBI SCO હેઠળ મુખ્યત્વે નીચે મુજબની જગ્યાઓ ભરવા માં આવી છે:
1. આઈ ટી ઓફિસર: બેંકની વિશાળ કોર બેન્કિંગ સિસ્ટમ ,YONO એપ, સાઈબર સિક્યુરિટી અને સર્વર મેન્ટેનન્સ સંભાળવા.
2. રિશ્તા અને ક્રેડિટ એનાલિસ્ટર: મોટી કોર્પોરેટ લોન પાસ કરતા પહેલા કંપનીનું ફાઇનાન્સિયલ મોડેલિંગ અને બેંક નું રિસ્ક મેનેજમેન્ટ સંભાળવા. 3. વેલ્થ મેનેજર : બેંકના મોટા ગ્રાહકોના પોર્ટફોલિયો અને મ્યુચ્યુઅલ ફંડ /રોકાણ સંભાળવા માટે.
4.લો ઓફિસર: બેંકના તમામ કાનૂની મામલાઓ,NPA રિકવરી અને કોર્ટના કેસો હેન્ડલ કરવા માટે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
ભરતીની જાણકારી
1. સંસ્થાનું નામ: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા SBI.
2. પોસ્ટ નું નામ: સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર SCO.
3. Vivhago: IT ઓફિસર, રિસ્ક મેનેજર, ક્રેડિટ એનાલિસ્ટ, ફાઇનાન્સ, લો ઓફિસર વગેરે.
4. નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની બેંક નોકરી.
5. અરજી કરવાનું માધ્યમ: સંપૂર્ણપણે ઓનલાઈન.
6. વય મર્યાદા: 21 થી 35/40 વર્ષ પોસ્ટના ગ્રેડ અને અનુભવ મુજબ અનામત વર્ગ નિયમ અનુસાર છૂટછાટ.
7. શૈક્ષણિક લાયકાત: B.E./ B.tech ,MCA,MBA finance, CA અથવા કાયદામાં સ્નાતક LLB.
8. જરૂરી અનુભવ: ફ્રેશર અને અનુભવી એક થી પાંચ + વર્ષ બંને માટે અલગ અલગ પોસ્ટ.
9. પસંદગી પ્રક્રિયા: શોર્ટ લિસ્ટિંગ, ઓનલાઇન ટેસ્ટ અમુક પોસ્ટ માટે અને રૂબરૂ ઇન્ટરવ્યૂ.
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. આઈટી વિભાગ માટે: માન્યા યુનિવર્સિટી માંથી કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા ઇલેક્ટ્રોનિક્સ માં B.E / B.Tech ની ડિગ્રી અથવા MCA/M.Sc IT પૂર્ણ કરેલું હોવું જોઈએ. જાહેરાત મુજબ ડેવલોપર તરીકેનો અનુભવ જરૂરી હોય શકે છે.
2. ક્રેડિટ/ફાઇનાન્સ/રિશ્ક મેનેજર માટે: ઉમેદવારે CA / CFA અથવા સ્પેશિયલાઈઝેશન સાથે MBA finance/PGDBM કરેલું હોવું જોઈએ. મોટી કોર્પોરેટ ફર્મમાં કામ કરવાનો અનુભવ આવશ્યક જરૂરી છે.
3. લો ઓફિસર: કાયદામાં સ્નાતક એટલે કે LLB ની ડિગ્રી અને બાર કાઉન્સિલમાં નોંધણી સાથે કોર્ટમાં વકીલાત નો અનુભવ હોવો જરૂરી છે.
ગુજ્જુ રોજગાર પ્રો ટીપ: SBI SCO માં બે પ્રકારની પોસ્ટ હોય છે :
1. કાયમી.
2. Contractual કરાર આધારિત.
જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ માટે અનુભવની ખાસ જરૂર હોતી નથી. પરંતુ મિડલ કે સિનિયર મેનેજમેન્ટ માટે એક થી પાંચ વર્ષનો સંબંધિત ફિલ્ડનો અનુભવ ફરજિયાત હોય છે. અરજી કરતાં પહેલાં નોટિફિકેશનમાં તમારી પોસ્ટ અનુભવ ખાસ ચકાસી લેવો.
🔰અરજી ફી:
1. જનરલ UR, OBC અને EWS ઉમેદવારો માટે રૂ.750/- છે.
2. SC, ST, PwBD ઉમેદવારો માટે: સંપૂર્ણ ફિ માફી ,કોઈ ફી નથી.
3. પેમેન્ટ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટબેન્કિંગ કે UPI મારફતે ઓનલાઈન જ કરવાનું રહેશે.
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થાનું નામ | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) |
| પોસ્ટનું નામ | સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ (SCO) – વેલ્થ મેનેજમેન્ટ પોસ્ટ્સ |
| જાહેરાત નંબર | CRPD/SCO/2026-27/23 |
| કુલ ખાલી જગ્યાઓ | 207 નિયમિત ખાલી જગ્યાઓ |
| અરજી કરવાની રીત | ઓનલાઈન (Online) |
| નોકરીનું સ્થળ | વિવિધ SBI સર્કલ્સ / ભારત |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર નોટિફિકેશનમાં દર્શાવેલ તારીખના રોજ નીચે મુજબ હોવી જરૂરી છે:.
1. જુનિયર પોસ્ટ : 21 થી 30 વર્ષ હોવું જરૂરી છે.
2. મિડલ/સિનિયર પોસ્ટ: 25 થી 35 વર્ષ અથવા મહત્તમ ૪૦ વર્ષ અનુભ અને પોસ્ટના આધારે.3. વય મર્યાદા માં છૂટછાટ: ભારત સરકારના નિયમો અનુસાર SC ST ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની, OBC ઉમેદવારોને ત્રણ વર્ષની અને દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની વિશેષ છૂટછાટ મળવા પાત્ર રહેશે.
| પોસ્ટ (Post) | ખાલી જગ્યાઓ | વય મર્યાદા (31.08.2026 મુજબ) |
|---|---|---|
| ઝોનલ હેડ (રિટેલ) | 1 | 35–50 વર્ષ |
| રિજનલ હેડ | 5 | 35–50 વર્ષ |
| રિલેશનશિપ મેનેજર-ટીમ લીડ | 24 | 28–42 વર્ષ |
| ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયાલિસ્ટ (IS) | 9 | 28–42 વર્ષ |
| ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (IO) | 4 | 28–40 વર્ષ |
| વીપી વેલ્થ (VP Wealth) | 91 | 26–42 વર્ષ |
| એવીપી વેલ્થ (AVP Wealth) | 73 | 23–35 વર્ષ |
| કુલ | 207 |
🔰પગાર ધોરણ :
1. જુનિયર મેનેજમેન્ટ: શરૂઆતથી બેઝિક પે રૂ. 36,000/ગી હોય છે. જેમાં DA, HRA અને CCA ઉમેરાતા કુલ માસિક પગાર અંદાજિત રૂ.60,000/- થી રૂ.70,000/-ની આસપાસ હોય છે.
2. મિડલ મેનેજમેન્ટ: શરૂઆત બેઝીક પે રૂ. 48,170/- થી રૂ.63,840/- હોય છે. કુલ પગાર અંદાજિત રૂ. 80,000/- થી રૂ.1.2 લાખ + પ્રતિ માસ સુધી જાય છે. કરાર આધારિત પોસ્ટમાં વાર્ષિક 15 થી 20 લાખ રૂપિયા નું ફિક્સ CTC આપવામાં આવે છે.
3. અન્ય સુવિધાઓ: SBI તેના અધિકારીઓને આકર્ષક લીઝ એલાઉન્સ મકાન ભાડું, સંપૂર્ણ પરિવાર માટે મેડિકલ ઇન્સ્યોરન્સ, લીવ ટ્રાવેલ કન્સેસન , પેટ્રોલ એલાઉન્સ, ન્યૂઝ પેપર એલાઉન્સ અને રિટાયરમેન્ટ પછી પેન્શન જેવી સારી સુવિધાઓ પણ આપે છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌથી પહેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સત્તાવાર કારકિર્દી વેબસાઈટ sbi.co.in/careers અથવા bank sbi. Careers ની મુલાકાત લો.
2. વેબસાઈટ ના હોમ પેજ પર જમણી બાજુ ઉપર current openings/latest announcements ના સેક્સન પર ક્લિક કરો.
3. ત્યાં recruitment of specialist career officers 2026: ની અલગ અલગ જાહેરાતો દેખાશે. તમારી લાયકાત મુજબની pdf ડાઉનલોડ કરીને નિયમો ધ્યાનથી વાંચો.
4. ત્યારબાદ apply online બટન પર ક્લિક કરો. 5. Click here For new registration પસંદ કરો અને તમારું પૂરું નામ, મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી નાખીને રજીસ્ટ્રેશન કરો.
6. ફરીથી લોગીન કરી, ઓનલાઇન ફોર્મ માં તમારી અંગત વિગતો, જાતિ, શૈક્ષણિક લાયકાત અને અનુભવની તમામ વિગતો સચોટ રીતે ભરો.
7. નિર્ધારિત સાઈઝમાં તમારો ફોટો, સહી અને માંગ્યા મુજબ પીડીએફ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
8. ઓનલાઇન ફી ભરીને ફોર્મ ફાઈનલ સબમીટ કરો. છેલ્લે એપ્લિકેશન પર મને પ્રિન્ટ આઉટ કાઢીને ઇન્ટરવ્યૂ વખતે રજૂ કરવા માટે સાચી રાખો.
💼ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો
ઓનલાઇન ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ ન થાય તે માટે આ વસ્તુઓ અગાઉથી સ્કેન કરીને સાચવી રાખો
1. તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો. સ્પષ્ટ દેખાતો અને સફેદ બેક ગ્રાઉન્ડ વાળો.
2. કાળી પેન થી કરેલી સહી.
3. અપડેટેડ પ્રોફેશનલ બાયોડેટા.
4. જન્મ તારીખના પુરાવા માટે ધોરણ 10 ની માર્કશીટ.
5. શૈક્ષણિક માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ. B.Tech / MBA/ CA/ LLB.
6. અનુભવ દર્શાવતો દાખલો.
7. જો હાલ ક્યાંક નોકરી કરતા હોય તો ફોર્મ 16 અથવા સેલેરી સ્લીપ.
8. જાતિનું પ્રમાણપત્ર .
| ઇવેન્ટ (Event) | તારીખ (Date) |
|---|---|
| સૂચના તારીખ (Notification Date) | 04 સપ્ટેમ્બર 2026 |
| ઓનલાઈન નોંધણી શરૂ | 04 સપ્ટેમ્બર 2026 |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 25 સપ્ટેમ્બર 2026 |
| ફી ચૂકવણી માટેની છેલ્લી તારીખ | 25 સપ્ટેમ્બર 2026 |
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
SBI SCO મા પસંદગી પ્રક્રિયા સામાન્ય રીતે પોસ્ટ ના આધારે બે રીતે થાય છે:
1. શોર્ટ લિસ્ટિંગ અને ઇન્ટરવ્યૂ: મોટાભાગની પોસ્ટ માટે બેંક કોઈ લેખિત પરીક્ષા લેતી નથી. તમારા બાયોડેટા અને અનુભવના આધારે શોર્ટ લિસ્ટ કરીને સીધા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે.
2. ઓનલાઇન લેખિત પરીક્ષા: જો જુનિયર પોસ્ટ માટે અરજીઓની સંખ્યા વધારે હોય તો બેંક પહેલા ઓનલાઈન પરીક્ષા લે છે. જેમાં જનરલ એપ્ટીટ્યુડ અને તમારા પ્રોફેશનલ વિષયના પ્રશ્ન પુછાય છે. તેમાં પાસ થનાર નું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
પ્રશ્ન: શું હું ક્લાર્ક કે PO ની જગ્યાએ SCO માં સીધી અરજી કરી શકું?
જવાબ: હા, જો તમારી પાસે નિર્ધારિત પ્રોફેશનલ ડિગ્રી કે એન્જિનિયરિંગ, CA,MBA છે, તો તમે સીધા જ સ્પેશિયાલિસ્ટ ઓફિસર માટે અરજી કરી શકો છો. આમાં તમારે બેન્કિંગની જનરલ કામગીરી કરવાની હોતી નથી.
પ્રશ્ન: SBI SCO મારે કુલર અને કોન્ટ્રાક્ટર માં શું ફરક હોય છે?
જવાબ: રેગ્યુલર પોસ્ટ એ કાયમી સરકારી નોકરી છે જેમાં બેંકના સ્કેલ મુજબ પગાર અને પેન્શન મળે છે. જ્યારે કોન્ટ્રાક્ટર આધારિત પોસ્ટ અમુક વર્ષો માટે હોય છે જેમાં ફિક્સ વાર્ષિક પેકેજ આપવામાં આવે છે બંનેના પગાર ખૂબ સારું હોય છે.
નોંધ: અમે અહીં આપે માહિતી SBI ના સકતા વાર નોટિફિકેશનના આધારે સચોટ આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. તેમ છતાં ઓનલાઇન અરજી કરતા પહેલા ઉમેદવારોએ SBI ની સત્તાવાર વેબસાઈટ પર જઈને પીડીએફ જાહેરાત જાતે વાંચી લેવી.
સરકારી બેન્ક અને કેન્દ્ર સરકારની તમામ નવી પ્રોફેશનલ ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો. SBI માં ઓફિસર બનવાના તમારા સપનાને પૂરું કરવા માટે ગુજ્જુ રોજગાર ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ!

Comments
Post a Comment