યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની બમ્પર ભરતી,UIIC AO Recruitment 2026

યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની બમ્પર ભરતી,UIIC AO Recruitment 2026

UIIC AO Recruitment 2026, UIIC Administrative Officer Jobs, United India Insurance Recruitment, Insurance Govt Jobs for Graduates, UIIC AO Generalist Vacancy 2026, Bank and Insurance Jobs in Gujarat, UIIC AO Syllabus 2026, UIIC Online Application 2026, High Salary Govt Jobs, Govt Jobs for Any Degree, Gujju Rozgar Updates, યુઆઇઆઇસી એઓ ભરતી 2026, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર નોકરી, સ્નાતક પાસ સરકારી નોકરી, ઇન્સ્યોરન્સ કંપનીમાં ભરતી, ગુજરાતમાં બેંકિંગ ભરતી


UIIC AO recruitment 2026: યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની બમ્પર ભરતી અને પગાર 1.10 લાખથી વધુ અને સંપૂર્ણ માહિતી જાણો. 
નમસ્કાર મિત્રો! ગુજ્જુ રોજગાર પર તમારું હાર્દિક સ્વાગત છે, જે વિદ્યાર્થીઓ સરકારી બેન્ક અથવા ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સીધા ઓફિસર કક્ષાની નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે વર્ષ 2026 ની અત્યારે તો મોટી અને ખુશીની અપડેટ સામે આવી છે. મેં સત્તાવાર નોટિફિકેશનનો જીનવટ પૂર્વક અભ્યાસ કરીને ખાસ તમારા માટે આ માહિતી એકદમ સરળ અને સચોટ ભાષામાં તૈયાર કરી છે, જેથી તમને ફોર્મ ભરવામાં કે પરીક્ષાની તૈયારી કરવામાં કોઈ મૂંઝવણ ન રહે. 

ભારત સરકારના નાણામંત્રાલય હેઠળ કાર્યરત અને દેશની અગ્રણી પબ્લિક સેક્ટર જનરલ ઇન્સ્યોરન્સ કંપની યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા વર્ષ 2026 માટે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર નિકુલ 225 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

ઇન્સ્યોરન્સ સેક્ટરમાં AO ની નોકરી એક અત્યંત પ્રતિષ્ઠિત, વ્હાઈટ કોલર અને હાઈ પ્રોફાઈલ જોબ માનવામાં આવે છે. આમાં બેન્કિંગ કરતા કામનું ભારણ પ્રમાણમાં અલગ અને વધુ વ્યવસ્થિત હોય છે. જો તમે 60% માર્ક્સ કોઈપણ પ્રવાહ માં તમારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે તો મહિને ₹1,00,000 થી વધુ શાનદાર પગાર અને બેસ્ટ કરિયર ગ્રોથ સાથે UIIC માં જોડાવાનો આ એક સુવર્ણ અવસર છે. આજના આ આર્ટિકલમાં આપણે UIIC AO ભરતી 2026 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, કામગીરીનું વર્ણન, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ, પગાર ધોરણ અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ અને ઝીણવટ ભરી માહિતી મેળવીશું. 

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા નું નામ: યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ( United India insurance company limited - UIIC).
2. પોસ્ટ નું નામ: એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર.
3. વિભાગો: જનરલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ.
4. કુલ ખાલી જગ્યાઓ: 225 જગ્યાઓ 200 જનરલિસ્ટ અને 25 હિન્દી ઓફિસર. 
5. નોકરી નો પ્રકાર: પબ્લિક સેક્ટર સરકારી ઇન્સ્યોરન્સ કંપનીમાં કાયમી નોકરી. 
6. અરજી કરવાનું માધ્યમ: સંપૂર્ણપણે ઓનલાઈન UIIC ની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. 
7. ઓનલાઇન ફોર્મ ની તારીખો: 8 સપ્ટેમ્બર 2026 થી 28 સપ્ટેમ્બર 2026.

https://www.marugujarat.in/2026/09/uiic-ao-recruitment-2026/

🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

પોસ્ટ મુજબ લાયકાત અલગ અલગ હોય છે. 
1. જનરલીસ્ટ પોસ્ટ માટે: ઉમેદવારે સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહોમાં B.A,B.Com,B.Sc,BBA,B.E વગેરે સ્નાતક અથવા અનુસ્નાતક ની ડીગ્રી મેળવેલી હોવી જોઈએ. 
2. જનરલ, OBC અને EWS ઉમેદવારો માટે સ્નાતકમાં ઓછામાં ઓછા 60% માર્કસ હોવા ફરજિયાત છે.
3. SC,ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે ઓછામાં ઓછા ૫૫ ટકા માર્કસ જરૂરી છે. 
4. ઉમેદવાર પાસે કોમ્પ્યુટર ચલાવવાનું બેઝિક જ્ઞાન હોવું આવશ્યક જરૂરી છે.
5. હિન્દી ઓફિસર માટે: ઉમેદવારે હિન્દી વિષય સાથે માસ્ટર્સ ડિગ્રી અને ગ્રેજ્યુએશનમાં અંગ્રેજી વિષય અથવા અંગ્રેજીમાં માસ્ટર્સ અને ગ્રેજ્યુએશનમાં હિન્દી વિષય 60 ટકા માર્કસ અનામત વર્ગ માટે ૫૫ ટકા   સાથે પાસ કરેલું હોવું જોઈએ.    

Gujju rozgar pro  tip: જો તમે છેલ્લી સેમેસ્ટરમાં છો, તો તમારું ફાઇનલ રિઝલ્ટ અને માર્કશીટ થતા વાર નોટિફિકેશનના દર્શાવેલ કટ ઓફ ડેટ પહેલા આવી જવી જોઈએ, તો જ તમે અરજી કરવા માટે માન્ય ગણાશે.


🔰અરજી ફી:

1. જનરલ UR, OBC અને EWS ઉમેદવારો માટે રૂ.1000/-  + લાગુ પડતો GST.
2. SC, ST દિવ્યાંગ અને UIIC ના કાયમી કર્મચારીઓ માટે માત્ર રૂ. 250/- + લાગુ પડતો GST આ માત્ર સર્વિસ ચાર્જ છે. 
3. ફી નું પેમેન્ટ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે UPI મારફતે ઓનલાઈન જ કરવાનું રહેશે.

પોસ્ટનું નામ (Post Name) ખાલી જગ્યા (Vacancy) લાયકાત (Qualification)
વહીવટી અધિકારી (જનરલિસ્ટ) 200 કોઈપણ સ્નાતક (Any Graduate)
વહીવટી અધિકારી (હિન્દી અધિકારી) 25 અંગ્રેજી વિષય સાથે હિન્દીમાં માસ્ટર્સ ડિગ્રી / હિન્દી અને અંગ્રેજી સાથે બેચલર ડિગ્રી

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)


અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 30 જૂન 2026 ના રોજ નીચે મુજબ હોવી જોઈએ. 
1. લઘુત્તમ ઉંમર 21 વર્ષ. 
2. મહત્તમ ઉંમર 30 વર્ષ. 
3. વય મર્યાદામાં છૂટ છાટ: ભારત સરકારના નિયમો અનુસાર SC. ST ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની, OBC ઉમેદવારોને ત્રણ વર્ષની અને દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની વિશેષ છૂટછાટ મળવા પાત્ર રહેશે.

 21 થી 30 વર્ષ SC/ST ને પાંચ વર્ષ અને ઓબીસી ને ત્રણ વર્ષની છૂટછાટ. 
શૈક્ષણિક લાયકાત: 60% માર્ક્સ રાતે કોઈ પણ વિદ્યા શાખા માં ગ્રેજ્યુએશન અથવા અનુસ્નાતક. 
પસંદગી પ્રક્રિયા: પ્રિલિમ્સ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ, અને રૂબરૂ ઇન્ટરવ્યૂ 
અરજી ફી: જનરલ/ OBC/ EWS માટે રૂ. 1000/- અને SC/ ST/ PwBD માટે રૂ.250)- GST અલગથી.

ઇવેન્ટ (Event) તારીખ (Date)
જાહેરાત બહાર પડ્યાની તારીખ 07/09/2026
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 08/09/2026
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 28/09/2026

🔰પગાર ધોરણ :

 UIIC મા સ્કેલ -l ઓફિસર નો પગાર દેશના ઉચ્ચ બેન્કિંગ અધિકારીઓને પણ takkr મારે તેવો હોય છે.
1. બેઝિક પે: રૂ. 82,485/- પ્રતિ માસ.
2. કુલ માસિક પગાર:  બેઝિક પગારમાં મોંઘવારી ભથ્થું, મકાન ભાડે અને સીટી કોમ્પેસેટરી એલાઉન્સ તમે રાતા મેટ્રો શહેરોમાં કુલ પગાર અંદાજિત રૂ.1,10,000/-એક લાખ દસ હજાર પ્રતિ માસ સુધી પહોંચે છે. 
3. અન્ય સુવિધાઓ: આ ઉપરાંત કંપની મેડિકલ ઇન્સ્યોરન્સ, લીવ ટ્રાવેલ્સ સબસીડી, ન્યૂઝ પેપર એલાઉન્સ, કન્વેયન્સ પેટ્રોલ, અને નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ રિટાયરમેન્ટ લાભો પણ આપે છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ના થાય તે માટે નીચેના સ્ટેપ્સ ધ્યાનથી ફોલો કરો. 
1. સૌપ્રથમ UIIC ની સત્તાવાર વેબસાઈટ www.uiic.co.in  ની મુલાકાત લો. 
2. હોમ પેજ પર Careers અથવા Recruitment સેક્શનમાં જાવ.
3. ત્યાં recruitment of administrative officer scale- I 2026 ની જાહેરાત પર ક્લિક કરી સત્તાવાર નોટિફિકેશનની pdf ડાઉનલોડ કરો. 
4. Apply online બટન પર ક્લિક કરો. 
5. Click her for new registration પસંદ કરો અને તમારું પૂરું નામ, મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી નાખીને રજીસ્ટ્રેશન કરો.
6. હવે ફરીથી લોગીન કરી, ઓનલાઈન ફોર્મ તમારી અંગત વિગતો, જાતિ, અને શૈક્ષણિક લાયકાત ની વિગતો સચોટ રીતે ભરો.
7. ડોક્યુમેન્ટ અપલોડ: તમારે તાજેતરનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો, કાળી પેનથી કરેલી સહી, ડાબા હાથના અંગૂઠા નું નિશાન અને જાતે લખેલું સ્વ હસ્તાક્ષરિત ઘોષણાપત્ર સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. 
8. ઓનલાઇન ફી ભરીને ફોર્મ સબમીટ કરો અને એપ્લિકેશન કર્મની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

આ ઉચ્ચ કક્ષાની નોકરી માટે પસંદગી ત્રણ  તબક્કામાં થાય છે.
 
1. પ્રિલિમિનરી પરીક્ષા: આ 100 માર્કસની ઓનલાઇન  બહુ વિકલ્પીય પરીક્ષા છે. જેમાં રીજનીગ, અંગ્રેજી અને ગણિતના પ્રશ્ન પૂછવામાં આવે છે. આ માત્ર ક્વોલિફાઇંગ મેઇન્સ જવા માટેનો રાઉન્ડ છે.
2. મુખ્ય પરીક્ષા: પ્રિલિમ્સ પાસ કરનાર ઉમેદવારો એ મેઇન્સ પરીક્ષા આપવાની હોય છે. આમાં જનરલ અવેરનેસ અને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં પ્રશ્નોનું વેઇટેજ વધુ હોય છે. ઓબ્જેક્ટીવ ટેસ્ટ પૂરો થતા જ કોમ્પ્યુટર પર ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ લેવાય છે, જેમાં તમારે કીબોર્ડ પણ અંગ્રેજીમાં નિબંધ અને પત્ર ટાઈપ કરવાનું હોય છે. 
3. પર્સનલ ઇન્ટરવ્યૂ: મેઇન્સ પરીક્ષાના કટ ઓફ માર્ક્સ લાવનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. ફાઇનલ મેરીટ લીસ્ટ મેન પરીક્ષા અને ઇન્ટરવ્યૂ ના આધારે જ તૈયાર થાય છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો 
પ્રશ્ન: શું હું આ પરીક્ષા ગુજરાતીમાં આપી શકું? 
જવાબ: ના,UIIC AO ની પરીક્ષા બેન્કિંગ પરીક્ષાઓની જેમ સામાન્ય રીતે અંગ્રેજી અને હિન્દી ભાષામાં જ લેવામાં આવે છે. તેમાં પણ એ મેઇન્સનું ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ માત્ર અંગ્રેજીમાં જ આપવાનો હોય છે. 
પ્રશ્ન:  હેન્ડ રિટર્ન ડિકલેરેશન માં શું લખવાનું હોય છે? 
જવાબ: તમારે એક સફેદ કાગળ પર કાળી પેનથી સત્તાવાર જાહેરાતમાં આપેલું ચોક્કસ વાક્ય અંગ્રેજીમાં લખવાનું હોય છે જેમાં તમે ખાતરી આપો છો કે ફોર્મ માં આપેલી બધી જ માહિતી સાચી છે. અને તેનો ફોટો પાડીને અપલોડ કરવાનો હોય છે. 
નોંધ: અમે અહીં આપેલ માહિતી UIIC ના સત્તાવાર નોટિફિકેશનના આધારે સચોટ આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. તેમ છતાં ઓનલાઇન અરજી કરતી પહેલા ઉમેદવારોએ UIIC ની સત્તાવાર વેબસાઈટ પર જઈને પીડીએફ જાહેરાત સાથે વાંચી લેવા ખાસ વિનંતી છે. 
સરકારી બેન્ક અને ઇન્સ્યોરન્સ કંપનીઓની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો. એક શાનદાર અધિકારી બનવાના તમારા સપનાને પૂરું કરવા માટે ગુજ્જુ રોજગાર ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ !

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026