વડોદરા મહાનગરપાલિકામાં ક્લાર્ક, MPHW અને વિવિધ વર્ગ-3 ની જગ્યાઓ પર બમ્પર ભરતી,VMC Recruitment 2026-27
નમસ્કાર મિત્રો! ગુજ્જુ રોજગાર વેબસાઈટ પર તમારું હાર્દિક સ્વાગત છે. જે વિદ્યાર્થીઓ ગુજરાત સરકારની સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે અને ખાસ કરીને મહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે, તેમના માટે વર્ષ 2026 થી 27 થી અત્યંત શાનદાર ધરતીની જાહેરાત થઈ ગઈ છે. સરકારી નગરી વડોદરામાં નોકરી કરવી કે ઘણા યુવાનોનું સપનું હોય છે. મેં સત્તાવાર નોટિફિકેશનનો જિનવટ પૂર્વક અભ્યાસ કરીને ખાસ તમારા માટે આ માહિતી એકદમ સરળ ભાષામાં તૈયાર કરી છે, જેથી તમને ફોર્મ ભરવામાં અને પરીક્ષા ની તૈયારી કરવામાં કોઈ મૂંઝવણ ન રહે.
ગુજરાતની અગ્રણી મહાનગરપાલિકાઓમાં સ્થાન ધરાવતી અને વડોદરા શહેરના વહીવટનું સંચાલન કરતી સંસ્થા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬ થી ૨૭ માટે વિવિધ વર્ગ ૩ ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
મહાનગરપાલિકાની નોકરી નો સૌથી મોટો ફાયદો એ થાય છે કે તમારી નોકરી એક જ શહેરમાં રહે છે. રાજ્ય સરકારની અન્ય નોકરીઓની જેમ અહીં વારંવાર જિલ્લા બદલી નો કોઈ પ્રશ્ન રહેતો નથી. આ ભરતી અંતર્ગત વહીવટી કામકાજ માટે જુનિયર ક્લાર્ક, આરોગ્ય વિભાગ માટે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર, તથા ટેકનિકલ અને ફાયર વિભાગની વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે. આજના આ આર્ટીકલ માં આપણે VMC ભરતી 2026 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, કામગીરીનું વર્ણન, પસંદગી પ્રક્રિયા, પરીક્ષાનો સિલેબસ, પગાર ધોરણ અને અનટાઈન એમસી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ અને ઝીણવટ ભરી માહિતી મેળવીશું.
💬કઈ કઈ પોસ્ટ માટે ભરતી થશે?
વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિભાગોની કામગીરી સુચારું રીતે ચલાવવા માટે નીચે મુજબની જગ્યાઓ ભરવામાં આવે છે.
1. જુનિયર ક્લાર્ક: આ ઓફિસની ડેસ્ક જોબ છે. મહાનગરપાલિકાના વિવિધ વિભાગો જેમ કે ટેક્સ, જન્મ મરણ નોંધણી, પાણી પુરવઠા માં ફાઈલોનું કામ, ડેટા એન્ટ્રી અને નાગરિકો ને લગતી વહીવટી કામગીરી.
2. MPHW અને FHW હેલ્થ વર્કર: વડોદરા શહેરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કામગીરી, રોગચાળો અટકાવવો, રસીકરણ અભિયાન, ડોર ટુ ડોર સર્વે અને આરોગ્યની પ્રાથમિક સેવાઓ આપવી.
3. ટેકનિકલ આસિસ્ટન્ટ/ સબ ઓવરસીયર: એન્જિનિયરિંગ વિભાગમાં શહેરના રસ્તાઓ, ગટર યોજનાઓ અને બિલ્ડીંગ પરમિશનને લગતી ટેકનીકલ કામગીરી.
4. ફાયરમેન: ફાયર અને ઇમર્જન્સી વિભાગમાં બચાવ કામગીરી માટે આ પોસ્ટ માટે શારીરિક કસોટી ફરજીયાત છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થાનું નામ: વડોદરા મહાનગરપાલિકા Vadodara municipal corporation VMC.
2. પોસ્ટનું નામ: વર્ગ 3 ની વિવિધ જગ્યાઓ જુનિયર ક્લાર્ક, MPHW, FHW, ટેકનિકલ આસિસ્ટન્ટ, ફાયરમેન વગેરે.
3. કુલ ખાલી જગ્યાઓ: સત્તાવાર જાહેરાત મુજબ અંદાજી 500 + જગ્યાઓ.
4. નોકરી નો પ્રકાર: ગુજરાત રાજ્ય સરકાર મહાનગરપાલિકાની નોકરી શરૂઆતમાં પાંચ વર્ષ ફિક્સ પગાર, ત્યારબાદ કાયમી.
5. અરજી કરવાનું માધ્યમ: સંપૂર્ણપણે ઓનલાઈન VMC ની સત્તાવાર વેબસાઈટ પરથી.
6. નોકરીનું સ્થળ: વડોદરા શહેર, ગુજરાત.
7. વય મર્યાદા: 18 થી 33/34 વર્ષ સરકારી નિયમો મુજબ અનામત વર્ગ અને મહિલાઓને છૂટછાટ.
8. શૈક્ષણિક લાયકાત: પોસ્ટ મુજબ ધોરણ 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન અથવા સંબંધિત ડિપ્લોમા અથવા આઇટીઆઇ.
9. પસંદગી પ્રક્રિયા: લેખિત પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અમુક પોસ્ટ માટે સ્કીલ ટેસ્ટ/ફિઝિકલ ટેસ્ટ.
10. અરજી ફી: જનરલ/બિન અનામત વર્ગ માટે રૂ.400/- થી રૂ.500/- અને અનામત વર્ગ SC/ ST/OBC/EWS માટે રૂ.200/- થી રૂ.250/- . અંદાજિત.
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
પોસ્ટ મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત માનવામાં આવે છે:
1. જુનિયર ક્લાર્ક માટે: ઉમેદવારે સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહોમાં B.A,B.com,B.Sc વગેરે સ્નાતક ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. સાથે જ કોમ્પ્યુટરની બેઝિક જાણકારી દર્શાવતું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે.
2. MPHW multi purpose health worker: માત્ર પુરુષો ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અને સરકાર માન્ય સંસ્થામાંથી sanitary inspector SI નો કોર્સ અથવા હેલ્થ વર્કર નો બેઝિક કોર્સ પાસ હોવો જોઈએ.
3.FHW female health worker: માત્ર મહિલાઓ ધોરણ 12 પાસ અને સરકાર માન્ય શાખામાંથી ANM/ FHW નો બેઝીક કોર્સ તથા નર્સિંગ કાઉન્સિલમાં નોંધણી થયેલી હોવી જોઈએ.
ફાયરમેન: ધોરણ 10/12 પાસ થતા ફાયરમેન નો બેઝિક કોર્સ અને વારે વાહન ચલાવવાનું લાઇસન્સ હોવું જોઈએ.
💡 Gujju rozgar pro tip: VMC ની કોઈપણ ભરતીમાં કોમ્પ્યુટર નોલેજ ફરજિયાત હોય છે. જો તમે ધોરણ 10 કે 12 પણ કોમ્પ્યુટર વિષય ભણ્યા છો, તો અલગથી CCC સર્ટિફિકેટ ની જરૂર નથી. પરંતુ જો નથી ભણ્યા, તો દસ્તાવેજ ચકાસણી વખતે CCC નો સર્ટિફિકેટ રજુ કરવું ફરજિયાત છે.
🔰અરજી ફી:
1. બિન અનામત કેટેગરી: અંદાજિત રૂ.400/- થી રૂ.500/-.
2. SC, ST,SEBC,OBC, EWS ઉમેદવારો માટે: અંદાજિત રૂ 200/- થી રૂ.250/-.
3. ફી ફક્ત ઓનલાઇન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા UPI મારફતે VMC ની વેબસાઈટ પરથી જ ભરવાની રહેશે.
| હાઇલાઇટ (Highlight) | વિગતો (Details) |
|---|---|
| સંસ્થા (Organization) | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) |
| જાહેરાત ક્રમાંક (Advertisement No.) | 392/2026-27 |
| પોસ્ટનું નામ (Post Name) | અર્બન પ્લાનર, આર્કિયોલોજી ઓફિસર, પર્યાવરણ ઈજનેર અને અન્ય |
| કુલ ખાલી જગ્યાઓ (Total Vacancies) | 201 |
| નોકરીનું સ્થળ (Job Location) | વડોદરા, ગુજરાત |
| અરજીનો પ્રકાર (Application Mode) | ઓનલાઈન (Online) |
| કરારનો સમયગાળો (Contract Duration) | 11 મહિના |
| પગાર (Salary) | ₹50,000/- પ્રતિ માસ સુધી (પોસ્ટ મુજબ) |
| સત્તાવાર વેબસાઇટ (Official Website) | www.vmc.gov.in |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખના રોજ નીચે મુજબ હોવી જોઈએ.
1. જુનિયર ક્લાર્ક: 18 થી 33 વર્ષ અથવા ૩૪ વર્ષ.
2. MPHW/ FHW: 18 થી 34 વર્ષ.
3. વય મર્યાદામાં છૂટછાટ:
1. ગુજરાત રાજ્યના અનામત વર્ગના પુરુષ ઉમેદવારો ને SC/ ST/SEBC/EWS : ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ.
2. બિન અનામત વર્ગની મહિલાઓને: પાંચ વર્ષની છૂટછાટ.
3. અનામત વર્ગની મહિલાઓને દસ વર્ષની છૂટછાટ.
4. સરકારી નિયમ મુજબ કોઈપણ સંજોગોમાં મહત્તમ ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
| ઘટના (Event) | તારીખ (Date) |
|---|---|
| નોટિફિકેશન બહાર પાડ્યાની તારીખ | 10-09-2026 |
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 11-09-2026 (બપોરે 13:00 વાગ્યાથી) |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 25-09-2026 (રાત્રે 23:59 વાગ્યા સુધી) |
🔰પગાર ધોરણ :
ગુજરાત સરકારના નાણાં વિભાગના નિયમો મુજબ વડોદરા મહાનગરપાલિકામાં નિમણૂક પામનાર ઉમેદવારોની શરૂઆતમાં પાંચ વર્ષથી પગાર મળે છે.
1. જુનિયર ક્લાર્ક અને ક્લાસ 3 ની જગ્યાઓ: શરૂઆતમાં પાંચ વર્ષ માટે અંદાજિત રૂ. 26,000/- પ્રતિ માસ ફિક્સ પગાર ચૂકવવામાં આવશે.
2. MPHW/FHW ફાયરમેન: આ પોસ્ટ માટે પણ સરકારના નવા ઠરાવ મુજબ આકર્ષી ફીક્સ પગાર અંદાજિત રૂ.26,000/- થી 31,340/- હોય છે.
3. કાયમી નિમણૂક: પાંચ વર્ષની સંતોષકારક સેવા પૂરી કર્યા બાદ ઉમેદવારને સાતમા પગાર પંચ મુજબ કાયમી પે સ્કેલ મા સમાવામાં આવે છે. જેમાં મોંઘવારી ભથ્થું, મકાન ભાડું, સિટી એલાઉન્સ અને મેડિકલ સુવિધા જેવી તમામ સરકારી સવલતો મળે છે.
ફોર્મ ભરવાની પ્રક્રિયા માત્ર ઓનલાઇન જ છે. કોઈ કાગળ મોકલવાના નથી.
1. સૌ પ્રથમ વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ www.vmc.gov.in ની મુલાકાત લો.
2. હોમ પેજ પર મુખ્ય મેનૂમાં Recruitment ભરતી ના સેક્શન પર ક્લિક કરો.
3. ત્યાં વર્ષ 2026 ની જાહેરાતોનું લિસ્ટ ખુલશે.તેમ તમારી પોસ્ટ મુજબ સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરી નિયમો ધ્યાન થી વાંચો.
4. ત્યાર બાદ Apply Online બટન પર ક્લિક કરો.
5. જો પહેલી વાર ફોર્મ ભરતા હોય, તો નવું રજીસ્ટ્રેશન કરો તમારો મોબાઈલ નંબર અને ઇમેલ ખાસ કરી ને સચી નાખો.
6. ઓનલાઈન ફોર્મમાં તમારી પર્સનલ વિગતો,sarnamu, અને શેક્ષણિક લાયકાત ની 10th,12th, ગ્રેજ્યુએશન ની તમામ વિગતો સચોટ રીતે ભરો.
7. નિર્ધારિત સાઈઝમાં તમારો પાસપોર્ટ સાઈઝ નો કલર ફોટો સહી અપલોડ કરો.
8. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા ફી ભરીને ફોર્મ ફાઈનલ સબમીટ કરો.
9. છેલ્લે એપ્લિકેશન ફોર્મ અને ફી ની પહોંચ ની પ્રિન્ટ આઉટ કાઢીને ભવિષ્યના રેફરન્સ માટે સાચવી રાખો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
VMC મા પસંદગી પારદર્શક અને સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે થાય છે.
1. લેખિત પરીક્ષા સૌથી
પહેલા તમામ ઉમેદવારો માટે 100 કે 150 માર્ક્સની ઓબ્જેક્ટીવ OMR લેખિત પરીક્ષા લેવામાં આવશે.
1. જુનિયર ક્લાર્ક નો અંદાજિત સિલેબસ: ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ, વડોદરા ના સ્થાનિક ઇતિહાસ, ગુજરાતની સાહિત્ય અને વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગણિત અને તાર્કિક કસોટી તથા કોમ્પ્યુટર નું જ્ઞાન.
ટેકનિકલ /હેલ્થ પોસ્ટનો સિલેબસ : આમાં 50% પ્રશ્નો સામાન્ય જ્ઞાનને અને 50% પ્રશ્નો તમારા પોતાના વિષય દાખલા તરીકે નર્સિંગ, આરોગ્ય, એન્જિનિયરિંગ ના પુછાય છે.
સ્કીલ ટેસ્ટ/પ્રેક્ટીકલ ટેસ્ટ: જુનિયર ક્લાર્ક માટે લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ કોમ્પ્યુટર ટાઈપિંગ નો ટેસ્ટ લેવામાં આવી શકે છે. ફાયરમેન માટે દોડ અને શારીરિક ક્ષમતાની કસોટી લેવાશે.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન.
વારંવાર પૂછાતા પ્રશ્નો
પ્રશ્ન એ શું હું VMC ની પરીક્ષા માં માત્ર વડોદરા ના લોકો જ અરજી કરી શકે?
જવાબ: ના, બિલકુલ નહીં! આ ગુજરાત સરકાર અંતર્ગત આવતી નોકરી છે, તેથી આખા ગુજરાત રાજ્ય ના કોઈપણ જિલ્લાનો લાયક ઉમેદવાર આમ ફોર્મ ભરી શકે છે. અનામતનો લાભ પણ બધા જિલ્લાના ઉમેદવરો ને મળશે.
પ્રશ્ન: વડોદરા ના સ્થાનિક ઇતિહાસ માટે શું વાંચવું?
જવાબ: VMC ની પરીક્ષા મેં વડોદરા ગાયકવાડ શાસન, મહારાજા સયાજીરાવ ગાયકવાડ ના સુધારા, કમાટી બાગ, સુરસાગર ને લગતા 2- 4 પ્રશ્નો અવશ્ય પૂછાય છે. આ માટે તમે કોઈ સામાન્ય જ્ઞાનની બુક કે ઈન્ટરનેટ નો સંદર્ભ લઈ શકો છો.
નોંધ: અમે અહીં આપેલ માહિતી VMC ના સત્તાવાર નોટિફિકેશનના આધારે સચોટ આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. તેમ છતાં, ઓનલાઇન અરજી કરતા પહેલા ઉમેદવારોએ vmc.gov.in પર જઈને પીડીએફ જાહેરાત જાતે વાંચી લેવા ખાસ વિનંતી છે.
ગુજરાત ની તમામ મહાનગર પાલિકાઓ અને સરકારી નોકરીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો. સરકારી નોકરી મેળવવાના તમારા સપનાને પૂરું કરવા માટે ગુજ્જુ રોજગાર ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ!

0 Comments