ઈસરોમાં ITI અને ડિપ્લોમા પાસ માટે બમ્પર ભરતી,ISRO LPSC Recruitment 2026

ઈસરોમાં ITI અને ડિપ્લોમા પાસ માટે બમ્પર ભરતી,ISRO LPSC Recruitment 2026






ISRO LPSC Recruitment 2026, ISRO Technician B Vacancy, Technical Assistant Jobs ISRO, ITI Jobs in Central Govt, Diploma Jobs in Gujarat, Space Agency Jobs India, LPSC Valiamala Recruitment, Fitter Electrician Jobs Govt, ISRO Online Application 2026, Gujju Rozgar ISRO Updates, ઇસરો ભરતી 2026, આઇટીઆઇ માટે સરકારી નોકરી, ડિપ્લોમા પાસ ભરતી, ઇસરો ટેકનિશિયન નોકરી

                                              
ભારતની શાન અને અંતરીક્ષ વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વભરમાં ડંકો વગાડનાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન માં નોકરી મેળવવાનું સપનો જોતા યુવાનો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. ISRO ના મહત્વના કેન્દ્ર લિકવિડ પ્રોપલ્સન સિસ્ટમ સેન્ટર (LPSC તીરુવનંતપુરમ /બેંગ્લોર) દ્વારા વિવિધ ટેકનીકલ પોસ્ટસ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી અંતર્ગત ટેક્નિશિયન બી, ડ્રાફ્ટસમેન બી, અને ટેકનિકલ આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ ઓનલાઇન અરજીઓ દ્વારા ભરવામાં આવશે, જે ઉમેદવારો એ આઈ.ટી.આઈ કે એન્જિનિયરિંગ ડિપ્લોમા પૂર્ણ કર્યું છે, તેમના માટે કેન્દ્ર સરકારના ઉચ્ચ પગાર ધોરણ અને અનેક ભથ્થા સાથે કાયમી નોકરી મેળવવાની આ એક સુવર્ણ તક છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ સેન્ટર (LPSC).
2. પોસ્ટ: ટેકનિશિયન બી , ડ્રાફ્ટસમેન બી , ટેકનિકલ આસિસ્ટન્ટ અને સાયન્ટિસ્ટ/ એન્જિનિયર.
3. નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની કાયમી નોકરી.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન LPSC ની સત્તાવાર વેબસાઈટ મારફતે.
5. વય મર્યાદા: 18 થી 35 વર્ષ પોસ્ટ મુજબ અલગ અને સરકારી નિયમો મુજબ છૂટછાટ.
6. અરજી ફી: સામાન્ય રીતે રૂ. 500/- થી રૂ. 750/- જેમાંથી પરીક્ષા આપ્યા બાદ રિફંડ મળવા પાત્ર છે .SC/ ST મહિલા ઉમેદવારોને ફી મા રાહત.

વિગતો (Particular) માહિતી (Details)
ભરતી સંસ્થા લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC), ISRO
વિભાગનું નામ અંતરિક્ષ વિભાગ, ભારત સરકાર
પોસ્ટનું નામ ટેકનિકલ આસિસ્ટન્ટ, ટેકનિશિયન 'B', ડ્રાફ્ટ્સમેન 'B', ફાયરમેન 'A'
જાહેરાત નં. LPSC/02/2026
કુલ જગ્યાઓ 19
જાહેરાતની તારીખ 15.08.2026
સત્તાવાર વેબસાઇટ lpsc.gov.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. ટેકનિશિયન બી અને ડ્રાફ્ટસમેન બી : ઉમેદવારી માન્ય બોર્ડ માટે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને NCVT દ્વારા માન્ય સંસ્થામાંથી સંબંધી ટ્રેડમાં જેમકે ફીટર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક , મેકેનિક, ટર્નર, મશીનઇસ્ટ વગેરે આઈ.ટી.આઈ પાસ કરેલું હોવું જરૂરીયાત છે.

પોસ્ટનું નામ (Post Name) જગ્યા (Vacancy) લાયકાત (Qualification)
ટેકનિકલ આસિસ્ટન્ટ (મિકેનિકલ) 06 મિકેનિકલ એન્જિનિયરિંગમાં 3-વર્ષનો ડિપ્લોમા (ફર્સ્ટ ક્લાસ)
ટેકનિકલ આસિસ્ટન્ટ (કેમિકલ) 01 કેમિકલ એન્જિનિયરિંગમાં 3-વર્ષનો ડિપ્લોમા (ફર્સ્ટ ક્લાસ)
ટેકનિશિયન 'B' (ઇલેક્ટ્રોનિક મિકેનિક) 01 SSLC/SSC પાસ + ઇલેક્ટ્રોનિક મિકેનિક ટ્રેડમાં ITI/NTC/NAC
ટેકનિશિયન 'B' (ફિટર) 09 SSLC/SSC પાસ + ફિટર ટ્રેડમાં ITI/NTC/NAC
ડ્રાફ્ટ્સમેન 'B' (મિકેનિકલ) 01 SSLC/SSC પાસ + ડ્રાફ્ટ્સમેન (મિકેનિકલ) ટ્રેડમાં ITI/NTC/NAC
ફાયરમેન 'A' 01 SSLC/SSC પાસ + નિર્ધારિત શારીરિક યોગ્યતાના ધોરણો

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. અરજી કરવા માટે બિન અનામત વર્ગના ઉમેદવારોની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ ST ઉમેદવારોને પાંચ વર્ષ અને OBC ઉમેદવારોને ત્રણ વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

કેટેગરી (Category) ફી (Fee)
UR / OBC / EWS (પોસ્ટ નં. 813 અને 814) રૂ. 750/- (લેખિત કસોટીમાં હાજર રહ્યા પછી રૂ. 500/- પરત કરવામાં આવશે)
UR / OBC / EWS (પોસ્ટ નં. 802, 815, 816 અને 817) રૂ. 500/- (લેખિત કસોટીમાં હાજર રહ્યા પછી રૂ. 400/- પરત કરવામાં આવશે)
મહિલા / SC / ST / PWBD / ESM (બધી પોસ્ટ્સ) લેખિત કસોટીમાં હાજર રહ્યા પછી સંપૂર્ણ ફી પરત કરવામાં આવશે
ચુકવણીનો પ્રકાર ઓનલાઈન

🔰પગાર ધોરણ :

 1. ટેકનિશિયન બી/ડ્રાફ્ટસમેન : લેવલ 3 બેઝિક પે રૂ. 21,700/-, કુલ માસિક પગાર રૂ. 30,000/- થી 35,000/- ની આસપાસ.
2.ટેકનિકલ આસિસ્ટન્ટ: લેવલ 7 બેઝિક પે રૂ. 44,900/- કૂલ માસિક પગાર રૂ. 60,000/- થી 65,000/- ની આસપાસ. આ ઉપરાંત DA, HRA, મેડિકલ અને અન્ય ભથ્થા.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ ISRO LPSC ની સત્તાવાર વેબસાઈટ lpsc.gov.in અથવા isro.gov.in ના careers પેજની મુલાકાત લો.
2. Recruitment of technician/technical assistant 2026 ની લીંક પર ક્લિક કરી શકતા વાર નોટિફિકેશન ડાઉનલોડ કરો.
3. Click her to apply online બટન દબાવી new registration કરો અને ત્યારબાદ લવિંગ કરો.
4. ફોર્મમાં તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક માર્ક્સ અને ટ્રેડની વિગતો સચોટ રીતે ભરો.
5. પાસપોર્ટ સાઇઝ નો ફોટો, સહી, 10 માં ની માર્કશીટ અને આઈટીઆઈ/ડિપ્લોમા ના સર્ટિફિકેટ સ્કેન કરીને અપલોડ કરો.
6. ઓનલાઇન ડેબિટ કાર્ડ/UPI મારફતે પરીક્ષા ફી ભરીને પરમાર ફાઈનલ સબમિટ કરોઅને પ્રિન્ટ કાઢી લો.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
જાહેરાત બહાર પાડવાની તારીખ 15.08.2026
ઓનલાઈન અરજીની શરૂઆત 18.08.2026 (1400 કલાકે)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 04.09.2026 (1400 કલાકે)
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. લેખિત કસોટી: ઉમેદવારોએ પ્રથમ તબક્કામાં ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ આપવાની રહેશે. જેમાં તેમના ટ્રેડ/ડિપ્લોમા ના ટેકનીકલ પ્રશ્ન પૂછવામાં આવશે.
2. સ્કીલ ટેસ્ટ: લેખિત કસોટી પાસ કરનાર ઉમેદવારોને પ્રેક્ટીકલ નોલેજ ચકાસવા માટે સ્કીલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. જેમાં માત્ર qualifying નેચર ની રહેશે. અંતિમ પસંદગી માત્ર લેખિત કસોટી ના માર્કસ પરથી જ થશે.

કેન્દ્ર સરકારની તમામ નોકરીઓ, રેલવે અને ડિફેન્સની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026