ગુજરાત પોલીસ ભરતી 2026: 3000 જગ્યાઓ, 12 પાસ માટે તક | OJAS

Gujarat Police Recruitment 2026 3000 Vacancies Lokrakshak and Technical Cadre

Gujarat police recruitment 2026 : ગુજરાત પોલીસમાં 3000 જગ્યાઓ ભરતી જાહેર 12 પાસ ઉમેદવારો માટે તક 

ગુજરાત પોલીસમાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ષ 2026 માટે લોકરક્ષક અને ટેકનિકલ કેડરની કુલ 3000 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં બીન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF કોન્સ્ટેબલ તેમજ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની ટેકનીકલ જગ્યાઓનો સમાવેશ થાય છે. 

લોકરક્ષક કેડર  માટે ધોરણ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. જ્યારે ટેકનિકલ કેડર ની જગ્યાઓ માટે ધોરણ 12 ઉપરાંત સંબંધિત મોટર મિકેનિકલ વ્હીકલ ટ્રેડ સર્ટિફિકેટ અને એપ્રેન્ટિસશિપ ની લાયકાત જરૂરી છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 26 નવેમ્બર 2026 થી ઓજસ પોર્ટલ પર શરૂ થશે. અરજી કરતા પહેલા પોતાની પોસ્ટ માટેની લાયકાત અને સત્તાવાર સૂચનાઓ તપાસવી જરૂરી છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

  • ભરતી સંસ્થા: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)

  • ભરતીનું નામ: Gujarat Police Recruitment 2026

  • કુલ જગ્યાઓ: 3,000

  • જાહેરાત નંબર: GPRB/202627/1, GPRB/202627/2 અને GPRB/202627/3

  • લોકરક્ષક કેડર: 2,841 જગ્યાઓ

    • બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1,000

    • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1,000

    • SRPF કોન્સ્ટેબલ: 841

  • ટેકનિકલ કેડર: 159 જગ્યાઓ

    • હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-2): 133

    • મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર (ગ્રેડ-2): 26

  • લોકરક્ષક લાયકાત: ધોરણ 12 પાસ અથવા સમકક્ષ

  • ટેકનિકલ લાયકાત: ધોરણ 12 સાથે સંબંધિત MMV ટ્રેડ સર્ટિફિકેટ અને એપ્રેન્ટિસશિપ

  • અરજી શરૂ: 26 નવેમ્બર 2026, બપોરે 2:00 વાગ્યે

  • છેલ્લી તારીખ: 16 ડિસેમ્બર 2026, રાત્રે 11:59 વાગ્યે

  • અરજી પદ્ધતિ: ઓનલાઈન – OJAS ગુજરાત


વિગતમાહિતી
સંસ્થાનું નામગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)
ભરતીનું નામગુજરાત પોલીસ ભરતી 2026
કુલ જગ્યાઓ3,000
કેડરલોકરક્ષક અને ટેકનિકલ કેડર
અરજી શરૂ થવાની તારીખ26 નવેમ્બર 2026
અરજી કરવાની છેલ્લી તારીખ16 ડિસેમ્બર 2026
અરજી કરવાની રીતઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાત


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


1. લોકરક્ષક કેડર
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને SRPF કોન્સ્ટેબલ માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે. સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો પણ લાગુ નિયમમાં મુજબ પાત્ર ગણાઇ શકે છે. 

2. ટેકનિકલ કેડર 
હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેટ 2 અને મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2 માટે નીચેની લાયકાત દર્શાવવામાં આવી છે. 

- માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ 
- મોટર મિકેનિક વ્હીકલ MMV ટ્રેડનું પ્રમાણપત્ર 
- સરકારી માન્ય આઈટીઆઈ માંથી એક વર્ષની એપ્રેન્ટીસશિપ નું પ્રમાણપત્ર લાગુ શરતો મુજબ 
ઉમેદવારોએ પોતાની એપ્રેન્ટિસશિપ અને ટ્રેડ સર્ટીફીકેટની માન્યતા સત્તાવાર જાહેરાત સાથે ચકાસવી.



કેડરપોસ્ટનું નામજગ્યાઓ
લોકરક્ષક કેડરબિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ1,000
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ1,000
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF)841
લોકરક્ષક કેડરની કુલ જગ્યાઓ2,841
ટેકનિકલ કેડરહેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-2)133
મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર (ગ્રેડ-2)26
કુલ જગ્યાઓ3,000

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)


હાલ ઉપલબ્ધ ભરતી પેજમાં પોસ્ટ પ્રમાણે ચોક્કસ વય મર્યાદા અને કેટેગરી મુજબની છૂટછાટ ની વિગતો સ્પષ્ટ રીતે આપવામાં આવ્યું નથી. આથી ઉમેદવારો 26 નવેમ્બર 2026 ના રોજ ojas પર ઉપલબ્ધ થનારી વિગતવાર જાહેરાતમાં નીચેની બાબતો તપાસ કરવી. 

1. લઘુત્તમ અને મહત્તમ વય 
2. વય ગણતરીની નિર્ધારિત તારીખ 
3. અનામત વર્ગ માટેની વય છૂટછાટ
4. મહિલા અને અન્ય પાત્ર કેટેગરી માટે લાગુ જોગવાઈઓ


ઘટનાની વિગતતારીખ
જાહેરાતની તારીખ10 નવેમ્બર 2026
ઓનલાઇન અરજી શરૂ26 નવેમ્બર 2026
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ16 ડિસેમ્બર 2026, રાત્રે 11:59 વાગ્યા સુધી
અરજીમાં સુધારો કરવાની સમયમર્યાદાઅરજી સબમિટ કર્યા પછી 24 કલાકની અંદર

🔰પગાર ધોરણ :

 પ્રારંભિક જાહેરાતમાં પોસ્ટ પ્રમાણે પગાર, ફિક્સ પગારનો સમયગાળો અથવા નિયમિત પગાર ધોરણની ચોક્કસ વિગતો સ્પષ્ટ નથી. તેથી કોઈ ચોક્કસ પગાર ની રકમ દર્શાવવી યોગ્ય નથી. ઉમેદવારો એ વિગતવાર જાહેરાતમાં આપેલી પગાર અને સેવા શરતોને અંતિમ માનવી.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

ઉમેદવારોએ અરજી ની તારીખ શરૂ થયા પછી ojas ગુજરાત પોર્ટલ મારફતે ઓનલાઇન ફોર્મ  ભરવાનું રહેશે.

1. ઓજસ ગુજરાત ની  સત્તાવાર વેબસાઇટ ખોલો 
2. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સંબંધિત જાહેરાત પસંદ કરો.
3. જાહેરાત નંબર અને પોસ્ટ નું નામ ધ્યાનથી તપાસો 
4. અરજી ફોર્મ માં વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો
5. જરૂરી ફોટોગ્રાફ, સહી અને દસ્તાવેજો અપલોડ કરો. 
6. ફોર્મમાં ભરેલી તમામ વિગતો ફરીથી તપાસો 
7. લાગુ પડતી ફી હોય તો સૂચના મુજબ ચૂકવણી કરો 
8. અરજી કન્ફર્મ કરતાં પહેલાં તમામ વિગતોની ખાતરી કરો 
9. કન્ફર્મર અરજીની પ્રિન્ટ અથવા પીડીએફ સાચવી રાખો 

Maru Gujarat પરણી માહિતી મુજબ એક ઉમેદવારની એક જ કન્ફર્મ અરજી સ્વીકારવાની સૂચના છે અને અરજી સબમીટ કર્યા પછી 24 કલાકની સુધારા વિન્ડો નો ઉલ્લેખ છે. આ નિયમની ચોક્કસ શરતો સત્તાવાર ojas સૂચના સાથે ચકાસવી.

અરજી માટે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા ઉપયોગી રહેશે. અંતિમ યાદી સત્તાવાર જાહેરાત મુજબ તપાસવી.

1. ધોરણ 10 ની માર્કશીટ 
2. ધોરણ 12 ની માર્કશીટ અને પ્રમાણપત્ર 
3. આધારકાર્ડ અથવા માન્ય ઓળખ પત્ર 
4. પાસપોર્ટ સાઈઝ નો ફોટો 
5. ઉમેદવારની સહી 
6. જાતિનો દાખલો લાગુ પડતો હોય તો 
7. નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો 
8. MMV ટ્રેડ સર્ટિફિકેટ, ટેકનિકલ પોસ્ટ માટે 
9. એપ્રેન્ટિસશિપ પ્રમાણપત્ર ટેકનીકલ પોસ્ટ માટે 
10. અન્ય જરૂરી પ્રમાણપત્રો.
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

પસંદગી પ્રક્રિયા 

પોલીસ ભરતીમાં સામાન્ય રીતે શારીરિક માપદંડ કસોટી PST, શારીરિક કાર્યક્ષમતા કસોટી PET, લેખિત પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી જેવી તબક્કાઓ હોઈ શકે છે. પરંતુ આ ભરતીની ચોક્કસ પસંદગી પદ્ધતિ, પરીક્ષાનો અભ્યાસક્રમ, ગુણભાર અને કસોટી ના ધોરણો સંબંધી જ વિગતવાર જાહેરાતમાંથી જ ચકાસવા. 

ટેકનિકલ કેડર ની પસંદગી પ્રક્રિયા લોક રક્ષક કેડર થી અલગ હોઈ શકે છે. તેથી દરેક જાહેરાત નંબરની સૂચનાઓ અલગથી વાંચવી.

Gujju rozgar pro tips 


1. અરજી શરૂ થાય તે પહેલા ધોરણ 10 અને 12 ના પ્રમાણપત્રો તૈયાર રાખો 
2. ટેકનિકલ પોસ્ટ માટે MMV ટ્રેડ અને એપ્રેન્ટીસશિપ ની શરતો ખાસ તપાસો 
3. જાહેરાત નંબર પ્રમાણે યોગ્ય પોસ્ટ પસંદ કરો 
4. વય મર્યાદા, શારીરિક માપદંડ અને પરીક્ષા પદ્ધતિ અંગે જૂની  ભરતી ની વિગતો ને આ ભરતી માટે આપમેળે લાગુ ન માનો 
5. અરજીમાં નામ, જન્મ તારીખ અને શૈક્ષણિક વિગતો પ્રમાણપત્ર મુજબ જ દાખલ કરો 
6. અંતિમ તારીખ ની રાહ જોયા વિના અરજી સમયસર પૂર્ણ કરો 
7. કન્ફર્મમાં અરજી અને ચુકવણી ની રસી જ સાચી રાખો

વારંવાર પૂછાતા પ્રશ્નો 


1. ગુજરાત પોલીસ ભરતી 2026 માં કુલ કેટલી જગ્યાઓ છે? 
જવાબ: કુલ 3000 જગ્યાઓ છે. લોકરક્ષક કેડરની 2841 અને ટેકનિકલ કેડરની 159 જગ્યા છે. 

2. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ છે? 
જવાબ: 1000 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે 

3. SRPF કોન્સ્ટેબલ ની કેટલી જગ્યાઓ છે? 
જવાબ: SRPF હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 841 જગ્યાઓ છે 

4. લોકરક્ષક કેડર માટે શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ: માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ અથવા સરકાર માન્ય સમકક્ષ લાયકાત જરૂરી છે. 

5. ટેકનિકલ કેડર માટે કઈ લાયકાત જોઈએ?
જવાબ: ધોરણ 12 સાથે MMV ટ્રેડ સર્ટિફિકેટ અને લાગુ પડતી એપ્રેન્ટીસશિપ લાયકાત જરૂરી છે. 

6. ઓનલાઇન અરજી ક્યારથી શરૂ થશે? 
જવાબ: જગદીશ નવેમ્બર 2026 ના રોજ બપોરે 2:00 વાગ્યા થી.

7. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? 
જવાબ: 16 ડિસેમ્બર 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી 

8. અરજી ક્યા કરવાની રહેશે? 
જવાબ: ઓજસ ગુજરાતના સત્તાવાર પોર્ટલ પર.

9. પરીક્ષા ની તારીખ જાહેર થઈ છે? 
જવાબ: ઉપલબ્ધ જાહેરાત ની માહિતીમાં પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી. 

10. અરજી ફી કેટલી છે? 
જવાબ: ઉપલબ્ધ પ્રારંભિક માહિતીમાં ફીની ચોક્કસ વિગતો નથી. ઓજસ પરની વિગતવાર જાહેરાત તપાસવી.

Post a Comment

0 Comments