Banaskantha Vidyasahayak Recruitment Std 6 to 8 (2026): બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાસહાયકોની ભરતી જાહેર! TET-2 પાસ ઉમેદવારો માટે મોટી તક 🏫👩🏫
Banaskantha Vidya sahayak recruitment Std 6 to 8 2026: બનાસકાંઠા જિલ્લામાં વિદ્યા સહાયકોની ભરતી જાહેર TET 2 પાસ ઉમેદવારો માટે મોટી તક.
Banaskantha Vidya sahayak recruitment std 6 to 8 2026: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, બનાસકાંઠા દ્વારા બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ છ થી આઠ માટે વિદ્યા સહાયક ની વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
જે ઉમેદવારોએ સંબંધીત વિષય સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, B.Ed કે D.EI.Ed. (PTC) ને તાલીમ લાયકાત ધરાવે છે અને TET 2 પરીક્ષા પાસ કરેલી છે, તેમના માટે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષક બનવાનું સપનું સાકાર કરવાની આ એક સારી તક છે. આર્ટીકલ માં અમે તમને બનાસકાંઠા વિદ્યા સહાયક ભરતી 2026 ની તમામ વિગતો જેવી કે વિષય વાર લાયકાત, વય મર્યાદા, મેરીટ ગણતરી ની પદ્ધતિ અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી પાડી રહ્યા છીએ.
ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી ની કચેરી દ્વારા સમયાંતરે વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવે છે. આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે નિયત ફિક્સ વેતન પર વિદ્યા સહાયક તરીકે નિમણૂક આપવામાં આવે છે અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ કાયમી પ્રાથમિક શિક્ષક તરીકે સમાવવામાં આવે છે. સંસ્થાકીય શિસ્ત અને ગુણવત્તા સભર શિક્ષણ આપવા બનાસકાંઠા જિલ્લામાં આ ભરતી યોજાઈ રહી છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થાનું નામ: જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, બનાસકાંઠા જિલ્લા પંચાયત બનાસકાંઠા
2. પોસ્ટર નું નામ: વિદ્યા સહાયક ધોરણ છ થી આઠ ગણિત વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન
3. જાહેરાત ટાઈટલ: banaskantha Vidya sahayak recruitment std 6 to 8 2026
4. કુલ જગ્યાઓ: વિવિધ જગ્યાઓ બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટે
5. નોકરી નો પ્રકાર: વિદ્યા સહાયક પાંચ વર્ષ ફિક્સ પગાર
6. નોકરીનું સ્થળ: બનાસકાંઠા જિલ્લો ગુજરાત
7. શૈક્ષણિક લાયકાત: B.Sc/B.A /b.Com+B.Ed/D.EI.Ed(P.T.C.) + TET-2 પાસ.
8. વય મર્યાદા: 18 થી 33/38 વર્ષ નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ.
9. પગાર ધોરણ: ₹26,000/- પ્રતિ માસ ફિક્સ પગાર શિક્ષણ વિભાગના નિયમ મુજબ
10. અરજી મોડ: ઓનલાઇન અરજી (vsb.sebexam.org/ojas.gujarat.gov.in મારફતે).
11. છેલ્લી તારીખ: ઓનલાઇન જાહેરાત અને સત્તાવાર નોટિફિકેશન મુજબ.
| સંસ્થા | આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર |
|---|---|
| પદનું નામ | વિદ્યાસહાયક (ધો. ૬ થી ૮) |
| કુલ જગ્યાઓ | ૧૦ |
| અરજી કરવાની પદ્ધતિ | ઓફલાઇન (આર.પી.એ.ડી.) |
| નોકરીનું સ્થળ | વિમસણોલી, પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત |
| જાહેરાત તારીખ | ૧૪/૧૦/૨૦૨૬ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૮/૧૦/૨૦૨૬ |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
ઉમેદવાર પાસે નીચે મુજબની શૈક્ષણિક, તાલીમ અને પાત્રતા કસોટી ની લાયકાત હવે અનિવાર્ય છે.
1. ગણિત વિજ્ઞાન વિષય માટે:
- B.Sc (ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, બોટની, ઝુઓલોજી, બાયો ટેકનોલોજી વગેરે) ના ઓછામાં ઓછા ૫૦ ટકા માર્કસ.
- બે વર્ષીય D.EI.Ed (P.T.C) અથવા ૧/૨ વર્ષીય B.Ed.
- TET 2 પરીક્ષા (ગણિત વિજ્ઞાન વિષય સાથે) ઉત્તીર્ણ કરેલી હોવી જોઈએ.
2. ભાષાઓ (ગુજરાતી/અંગ્રેજી/હિન્દી /સંસ્કૃત):
- સંબંધીત ભાષા વિષય સાથે B.A. ગ્રેજ્યુએશનમાં મિનિમમ 50% ગુણ.
- D.EI.Ed/B.Ed. તાલીમ ડિગ્રી.
- TET 2 પરીક્ષા ભાષાઓ વિષય સાથે ઉત્તીર્ણ કરેલી હોવી જોઈએ.
3. સામાજિક વિજ્ઞાન વિષય સાથે:
- B.A./B.Com/B.S.W (ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરે) વિષય સાથે
- D EI.Ed /B.Ed
- TET 2 પરીક્ષા (સામાજિક વિજ્ઞાન વિષય સાથે ઉત્તીર્ણ કરેલી હોવી જોઈએ)
| પદનું નામ | વિષય | જાગાઓની સંખ્યા |
|---|---|---|
| વિદ્યાસહાયક (ધો. ૬ થી ૮) | અંગ્રેજી | ૫ |
| વિદ્યાસહાયક (ધો. ૬ થી ૮) | ગણિત-વિજ્ઞાન | ૫ |
| કુલ | ૧૦ | |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
- સામાન્ય વર્ગ UR: ૧૮ થી ૩૩ વર્ષ.
- અનામત વર્ગ SC, ST, SEBC,EWS અને મહિલાઓ: ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ વય મર્યાદા માં પાંચથી દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે.
| મહત્વની તારીખ | તારીખ |
|---|---|
| જાહેરાત તારીખ | ૧૪/૧૦/૨૦૨૬ |
| અરજી શરૂ થવાની તારીખ | ૧૪/૧૦/૨૦૨૬ |
| અરજી કરવાની છેલ્લી તારીખ (ઓફલાઇન) | ૨૮/૧૦/૨૦૨૬ |
1. સૌથી પહેલા વિદ્યા સહાયક ભરતીના સત્તાવાર પોર્ટલ sebexam.org અથવા ojas gujarat.gov.in પર જાવ.
2. Vidyasahayak bharti std 6 to 8 banaskantha 2026 જાહેરાત પસંદ કરો.
3. તમારો TET 2 નો રોલ નંબર અને કન્ફર્મેશન નંબર દાખલ કરીને લોગીન કરો
4. ફોર્મમાં તમારી શૈક્ષણિક વિગતો, ટકાવારી અને બનાસકાંઠા જિલ્લાની પસંદગી ભરો.
5. નિયત સાઈઝમાં ફોટો, સહી અને જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
6. અરજી ફોર્મ માં ફાઇનલ સબમીટ કરી કન્ફર્મેશન નંબર મેળવી ફોર્મ ની પ્રિન્ટ આઉટ સાચવી રાખવી.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| - | - |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
મેરીટ ગણતરી પદ્ધતિ
વિદ્યા સહાયક ભરતીમાં પસંદગી સંપૂર્ણપણે શૈક્ષણિક ગુણ અને TET 2 ના ગુણ પર આધારિત મેરીટ પદ્ધતિ થાય છે:
- TET 2 પરીક્ષાના ગુણ 50% વેઇટેજ.
- સ્નાતક 20 ટકા વેઇટેજ
- તાલીમ લાયકાત B.Ed /PTC 25% વેઇટેજ
- અનુસ્નાતક (post graduation M.A/ M.Sc/M.Com ): 5 ટકા વેઇટેજ
- કુલ મેરીટ: 100 % ના આધારે આખરી વિષયવાર મેરીટ લીસ્ટ બનાવવામાં આવે છે.
Gujju rozgar pro tips 💡
- ટકાવારીની સચોટ ગણતરી : ગ્રેજ્યુએશન અને B.Ed/PTC ના ગુણ ફોર્મમાં ભરતી વખતે યુનિવર્સિટી ની ગાઈડલાઈન મુજબ CGPA માંથી % મા સચોટ કન્વર્ટ કરીને જ લખવા.
- જિલ્લા પસંદગી: જો તમે બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક અથવા આસપાસના જિલ્લાના હોવ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જિલ્લા સમિતિના સ્થળ અને સમયની ખાસ નોંધ લેવી.
❓વારંવાર પૂછાતા પ્રશ્નો
1. બનાસકાંઠા વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ માટે કઈ પરીક્ષા પાસ હોવી જરૂરી છે?
જવાબ: આ ભરતી માટે TET 2 પરીક્ષા પાસ હોવી ફરજિયાત છે.
2.વિધ્યાસહાયક નો માસિક પગાર કેટલો હોય છે?
જવાબ: પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ ₹૨૬,૦૦૦/- ફિક્સ પગાર મળવાપાત્ર રહે છે.
3. શું અન્ય જિલ્લાના ઉમેદવારો બનાસકાંઠા જિલ્લા માટે અરજી કરી શકે?
જવાબ: હા, યોગ્ય લાયકાત ધરાવતા ગુજરાતના તમામ પાત્ર ઉમેદવારો અરજી કરી શકે છે.

0 Comments