ગુજરાત એસટી નિગમમાં ધોરણ 10 પાસ અને ITI ઉમેદવારો માટે મિકેનિક તથા હેલ્પરની બમ્પર ભરતી,,GSRTC Mechanic & Helper Recruitment 2026
ગુજરાત એસટી નિગમમાં ધોરણ 10 પાસ અને ITI ઉમેદવારો માટે મિકેનિક તથા હેલ્પરની બમ્પર ભરતી,GSRTC Mechanic & Helper Recruitment 2026
નમસ્કાર મિત્રો! ગુજ્જુ રોજગાર પર તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં જે યુવાનોએ ધોરણ 10 પાસ કર્યા પછી આઈટીઆઈ નો કોર્સ પૂર્ણ કર્યો છે અને સરકારી નોકરી મેળવવાની સપનું જોઈ રહ્યા છે, તેમના માટે વર્ષ 2026 ની ખૂબ જ મોટી અને ખુશી ના સમાચાર સામે આવ્ય છે. મેં સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક અભ્યાસ કરીને ખાસ તમારા માટે આ માહિતી એકદમ સરળ અને સારી ભાષામાં તૈયાર કરી છે જેથી તમને ફોર્મ ભરવા માટે પરીક્ષાની તૈયારી કરવામાં કોઈ મૂંઝવણ ના રહે.
ગુજરાતની જીવાદોરી સમાન અને રાજ્યના ખૂણે ખૂણે મુસાફરોને પહોંચાડતી સંખ્યા ગુજરાત રાજ્ય માર્ગ મહાન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસોના સુચારું સંચાલન અને મેન્ટેનન્સ માટે વર્કશોપ વિભાગમાં મિકેનિક, હેલ્પર અને અન્ય ટેકનીકલ જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડીને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
GSRTC માં કામ કરવું તે દરેક ગુજરાતી યુવાન માટે ગર્વની વાત છે. આ નિગમમાં કાયમી નોકરી મળ્યા પછી તમને રાજ્ય સરકારના તમામ લાભો મળવા પાત્ર થાય છે. જો તમે મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક, ફિટર, ઈલેક્ટ્રિશિયન કે વેલ્ડર જેવા ટ્રેડમાં આઈ.ટી.આઈ કર્યું છે, તો એસટી ડેપોમાં નોકરી મેળવવાનો આ એક સૌથી સારું અવસર છે. આજના આર્ટીકલમાં આપણે GSRTC મિકેનિક અને હેલ્પર ભરતી 2026 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, કામગીરી નું વર્ણન, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ અને ઝીણવટ ભરી માહિતી મેળવીશું.
--->પોસ્ટ અને કામગીરીની વિગતો
GSRTC ના ડેપો અને વર્કશોપમાં વાહનોના મેન્ટેનન્સ માટે અલગ અલગ પ્રકારના ટેકનિશિયન અને હેલ્પરની જરૂર પડે છે. આ ભરતીમાં મુખ્યત્વે નીચે મુજબ જગ્યાઓ ભરવામાં આવે છે.
1. મિકેનિક: બસોના એન્જિન, ગિયરબોક્સ અને અન્ય યાંત્રિક ભાગોનું રીપેરીંગ અને સમયસર સર્વિસિંગ કરવાની જવાબદારી.
2. ઓટો ઇલેક્ટ્રિશિયન: બસના વાયરીંગ, બેટરી, લાઇટિંગ અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમનું ધ્યાન રાખવું.
3. સાઈડ હેલ્પર: મુખ્ય મિકેનિક ને તેના કામમાં મદદ કરવી, સ્પેરપાર્ટસ લાવવા અને વર્કશોપ માં નાના મોટા શારીરિક શ્રમના કામ કરવા.
4. અન્ય પોસ્ટ: વેલ્ડર, સીટ મેટલ વર્કર બોડી રીપેરીંગ માટે, અને વલ્કેનાઈઝર ટાયર રીપેરીંગ માટે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થાનું નામ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC નિગમ.
2. પોસ્ટ નું નામ: મિકેનિક, સાઈડ હેલ્પર અને અન્ય આરટીઝન પોસ્ટ.
3. નોકરી નો પ્રકાર: ગુજરાત રાજ્ય સરકારની નોકરી નિગમની કાયમી નોકરી શરૂઆતમાં પાંચ વર્ષ ફિક્સ પગાર.
4. અરજી કરવાનું માધ્યમ: સંપૂર્ણપણે ઓનલાઈન ઓજસ ગુજરાતની સત્તાવાર વેબસાઈટ પરથી.
5. નોકરીનું સ્થળ: ગુજરાત રાજ્યના કોઈપણ એસટી બસ ડેપો કે વર્કશોપમાં.
6. વય મર્યાદા: 18 થી 35/38 વર્ષ ગુજરાત સરકારના નિયમો મુજબ અનામત વર્ગને છૂટછાટ.
7. શૈક્ષણિક લાયકાત: માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ + NCVT/ GCVT માન્ય સંસ્થામાંથી સંબંધી ટ્રેડમાં ITI.
8. પસંદગી પ્રક્રિયા: લેખિત પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન વેઇટેજ આધારિત મેરીટ
9. અરજી ફી: જનરલ/ OBC કેટેગરી માટે રૂ.250/- અંદાજિત અને SC/ ST/EWS માટે ફી મા રાહત.
| વિગતો | માહિતી |
|---|---|
| સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) |
| જાહેરાત ક્રમાંક | GSRTC/202627/47 |
| પોસ્ટનું નામ | મિકેનિક સાઇડ હેલ્પર ક્લાસ |
| કુલ ખાલી જગ્યાઓ | 2510 |
| અરજી શરૂ થવાની તારીખ | 07/09/2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 06/10/2026 (રાત્રે 23:59 સુધી) |
| અરજીનો પ્રકાર | ઓનલાઈન |
| સત્તાવાર વેબસાઇટ્સ | ojas.gujarat.gov.in, gstrc.in |
| નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. હેલ્પર પોસ્ટ માટે: ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત આઈ.ટી.આઈ માંથી મોટર મિકેનિકલ MMV, ડીઝલ મિકેનિક, ફીટર, વેલ્ડર કે ટર્નરનો ઓછામાં ઓછો એક કે બે વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.
2. મિકેનિક/આર્ટીઝન પોસ્ટ માટે: ઉમેદવારે ધોરણ 10 પાસ અને સંબંધીત ટ્રેડમાં આઈ.ટી.આઈ કરેલું હોવું જોઈએ. મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક, અથવા ઇલેક્ટ્રિશિયન.
3. અનુભવ: સતાવાર નોટિફિકેશન મુજબ મિકેનિકની પોસ્ટ માટે કોઈપણ ઓટો મોબાઇલ ગેરેજ અથવા માન્ય વર્કશોપમાં હેવી રીપેરીંગનો ઓછામાં ઓછો એક થી ત્રણ વર્ષનો પ્રેક્ટીકલ અનુભવ માંગવામાં આવી શકે છે. હેલ્પરની પોસ્ટ માટે સામાન્ય રીતે ફ્રેશર તાજેતરમાં આઈ.ટી.આઈ પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે અથવા એપ્રેન્ટીસશિપ કરેલી હોય તો તેમને પ્રાધાન્ય મળે છે.
Gujju rozgar pro tip: જે ઉમેદારોએ અગાઉ કોઈ એસટી ડેપોમાં એપ્રેન્ટીસ તરીકે એક વર્ષની તાલીમ પૂરી કરી હશે તેમને મેરીટમાં આને પસંદગી પ્રક્રિયામાં ખૂબ મોટો ફાયદો થશે. ફોર્મ ભરતા પહેલા એપ્રેન્ટીસ શીપનું સર્ટિફિકેટ ખાસ તૈયાર રાખવાનું.
🔰અરજી ફી:
1. જનરલ કેટેગરી માટે અંદાજિત રૂ. 250/- બેન્કિંગ ચાર્જીસ .
2. SC, ST,SEBC, EWS અને માજી સૈનિકો માટે: ગુજરાત સરકારના નિયમ મુજબ ઓનલાઈન ફી માં રાહત આપવામાં આવે છે. ફક્ત ઓનલાઇન પેમેન્ટ કે પોસ્ટ ઓફિસના ચલણ મારફતે ભરી શકાશે.
| પોસ્ટનું નામ | કુલ ખાલી જગ્યાઓ |
|---|---|
| મિકેનિક સાઇડ હેલ્પર ક્લાસ | 2510 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખના રોજ નીચે મુજબ હોવી જોઈએ.
1. લઘુત્તમ ઉંમર 18 વર્ષ
2. મહત્તમ ઉંમર 35 થી 38 વર્ષ મુજબ અલગ અલગ હોઈ શકે છે.
3. વય મર્યાદામાં છૂટછાટ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ ના નિયમો અનુસાર, અનુસૂચિત જાતિ, SC, અનુસૂચિત જનજાતિ ST, અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે. તમામ કેટેગરીની મહિલા ઉમેદવારોને પણ નિયમ અનુસાર પાંચ વર્ષની વધારાની છૂટછાટ મળે છે.
| ઇવેન્ટ | તારીખ |
|---|---|
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 07/09/2026 |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 06/10/2026 (23:59 PM) |
🔰પગાર ધોરણ :
ગુજરાત સરકારના નિયમો મુજબ GSRTC માં નિમણૂક પામનાર તમામ કર્મચારીઓને શરૂઆતના પાંચ વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવે છે.
1. મિકેનિક અને હેલ્પર ફિક્સ પગાર: પસંદગી પામનાર ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે દર મહિને અંદાજિત રૂ. 19,950/- થી 26,000/- સરકાર ના નવા ઠરાવ મુજબ ફિક્સ પગાર ચૂકવામાં આવશે.
2. કાયમી નિમણૂક પાંચ વર્ષની સંતોષકારક સેવા પૂરી કર્યા બાદ ઉમેદવારને નિગમ ના નિયમિત પે સ્કેલ માં સમાવવામાં આવે છે. ત્યારબાદ બેઝિક પગાર સાથે મોંઘવારી ભથ્થુ, મકાન ભાડું, મેડિકલ એલાઉન્સ, અને મુસાફરી માટે ફ્રી એસટી પાસ જેવી તમામ સરકારી સુવિધાઓ મળવાપાત્ર થાય છે.
1. સૌપ્રથમ ગુજરાત સરકારના સત્તાવાર ભરતી પોર્ટલ OJAS online job application system ojas.gujarat.gov.in ની મુલાકાત લો.
2. વેબસાઈટ પર online application મેનુ માં જઈને Apply પર ક્લિક કરો.
3. ડ્રોપડાઉન મેનુ માંથી GSRTC સિલેક્ટ કરો. ત્યાં તમને મિકેનિક અને હેલ્પરની જાહેરાત દેખાશે.
4. તમારી લાયકાત મુજબ પોસ્ટ પસંદ કરી Apply now પર ક્લિક કરો.
5. જો તમે અગાઉ ojas પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખીને લોગીન કરો. જો ન કર્યું હોય તો new registration પર ક્લિક કરી તમારો પ્રોફાઈલ બનાવો.
6. ઓનલાઇન ફોર્મમાં તમારી અંગત વિગતો, શૈક્ષણિક લાયક 10th + ના ITI ના માર્ક્સ અને અનુભવની વિગતો એકદમ સાચી અને સચોટ રીતે ભરો.
7. નિર્ધારિત સાઈઝમાં તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સહી અપલોડ કરો.
8. ફોર્મ કન્ફર્મ કરો. ધ્યાન રાખો કે કન્ફર્મ કર્યા પછી ફોર્મમાં સુધારો થઈ શકશે નહીં.
9. ઓનલાઇન ફી ભરીને ફોર્મની પ્રિન્ટ કાઢી લો અને તેને સાચવી રાખો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
GSRTC દ્વારા આ ભરતીમાં પસંદગી સંપૂર્ણપણે મેરીટ અને લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવે છે.
1. OMR આધારિત લેખિત પરીક્ષા: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોની 100 માર્કસની લેખિત પરીક્ષા લેવામાં આવશે ઓબ્જેકટીવ.
2. સિલેબસ: પરીક્ષામાં સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગણિત, અને સૌથી મહત્વનું ટ્રેડને લગતું ટેકનિકલ જ્ઞાન આઈટીઆઈ લેવલનું પૂછવામાં આવશે.
3. વેઇટેજ સિસ્ટમ: GSRTC ની પદ્ધતિ મુજબ સામાન્ય રીતે પસંદગીમાં શૈક્ષણિક લાયક ધોરણ 10 અને iti ના માર્ક્સ અને લેખિત પરીક્ષાના માર્કસનું એક ચોક્કસ વેઇટેજ જેમકે 70: 30અથવા 50:50 કાઢીને ફાઇનલ મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવે છે. 4. સ્કીલ ટેસ્ટ /પ્રેક્ટીકલ ટેસ્ટ: અમુક ખાસ પોસ્ટ માટે ઉમેદવારને ડેપો પર બોલાવીને રૂબરૂમાં વાહન રીપેરીંગ નો પ્રેક્ટીકલ ટેસ્ટ પણ આપવો પડી શકે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
પ્રશ્ન: મેં કોલેજ ગ્રેજ્યુએશન કરેલું છે, પણ આઈ.ટી.આઈ નથી કર્યું, તો શું હું અરજી કરી શકું?
જવાબ: ના, આ એક સંપૂર્ણ ટેકનીકલ નોકરી છે. આમાં ધોરણ 10 પાસ કર્યા પછી મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક, કે ઇલેક્ટ્રિશિયન જેવા ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોવું ફરજિયાત છે.
પ્રશ્ન: શું વિચાર રાજ્યના ઉમેદવારો ફોર્મ ભરી શકે?
જવાબ: હા, ભારતના કોઈપણ નાગરિક અરજી કરી શકે છે પરંતુ તેમના અનામતનો લાભ મળશે નહીં, આને પરીક્ષાનું માધ્યમ સંપૂર્ણપણે ગુજરાતી ભાષામાં જ હશે, તેથી ગુજરાતી ભાષા લખતા, વાંચતા અને બોલતા આવડવું ફરજિયાત છે.
નોંધ: અમે અહીં આપેલ માહિતી GSRTC ના સત્તાવાર નોટિફિકેશનના આધારે સચોદ આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. તેમ છતાં, ઓનલાઇન અરજી કરતા પહેલા ઉમેદવારોએ ઓજસ પોર્ટલ પર જઈને પીડીએફ જાહેરાત સાથે વાંચી લેવા ખાસ વિનંતી છે.
ગુજરાત સરકારની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો. એમને એસટી નિગમમાં સરકારી નોકરી મેળવવાના તમારા સપનાને પૂરી કરવા માટે ગુજુરો કા ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ!

Comments
Post a Comment