Gujarat Police Lokrakshak Recruitment 2026: 12,752 જગ્યાઓ, 12 પાસ

Gujarat Police Lokrakshak Recruitment 2026: 12,752 જગ્યાઓ, 12 પાસ
Gujarat Police Lokrakshak Recruitment 2026 12752 vacancies UPC APC SRPF Jail Sepoy


Gujarat police Lokrakshak recruitment 2026: ગુજરાત પોલીસમાં 12752 જગ્યાઓ, 12 પાસ ઉમેદવારો માટે મોટી તક 

ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર ની ભરતી માટે જગ્યાઓમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર કરાયેલી 2,841 જગ્યાઓ વધારીને હવે કુલ 12,752 જગ્યાઓ કરવામાં આવી છે. 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સુધારેલી જાહેરાત તારીખ 23 નવેમ્બર 2026 મુજબ આ ભરતીમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF કોન્સ્ટેબલ અને જેલ સિપાહી પુરુષ તથા મહિલા ની જગ્યાઓનો સમાવેશ થાય છે. 

આ ભરતી માટે ધોરણ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 26 નવેમ્બર 2026 ના રોજ બપોરે 2 વાગ્યાથી ojas   પોર્ટલ  પર શરૂ થવાની છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર 2026 છે.

પોસ્ટ પ્રમાણે જગ્યાઓ ની વિગત 

સુધારેલી જાહેરાત મુજબ લોક રક્ષક કેડર માં ફુલ 12,752 જગ્યાઓનો સમાવેશ થાય છે 

1. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 8,233 જગ્યાઓ 
2. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ APC 1,132 જગ્યાઓ 
3. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF 3,107
4. જેલ સિપાઈ પુરુષ 251 
5. જેલ સિપાઈ મહિલા/મેટ્રન 29 જગ્યા 
6. કુલ જગ્યાઓ 12,752 


આ જગ્યાઓનું વિતરણ 23 નવેમ્બર 2026 ની સુધારેલી જાહેરાતના આધારે આપવામાં આવ્યું છે.


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


1. સંસ્થાનું નામ: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ GPRB, ગાંધીનગર 
2. ભરતી નું નામ: Gujarat police Lokrakshak recruitment 2026 
3. જાહેરાત ક્રમાંક: GPRB/202627/1
4. કુલ જગ્યાઓ 12,752 
5. શૈક્ષણિક લાયકાત: ધોરણ 12 પાસ અથવા સરકાર માન્ય સમકક્ષ લાયકાત 
6. અરજી શરૂ 26 નવેમ્બર 2026 બપોરે 2:00 વાગ્યે
7. છેલ્લી તારીખ 16 ડિસેમ્બર 2026 રાત્રે 11:59 વાગ્યે 
8. અરજી માધ્યમ ઓનલાઇન ojas ગુજરાત 
9. વય મર્યાદા,ફી, પગાર અને પસંદગી પ્રક્રિયા: વિગતવાર જાહેરાતમાં તપાસવાની રહેશે 

આ સુધારેલી જાહેરાતમાં અગાઉની 2,841 જગ્યાઓ વધારીને 12,752 કરવામાં આવી છે.

વિગતમાહિતી
ભરતી બોર્ડગુજરાત પોલીસ ભરતી બોર્ડ
ભરતીનું નામગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી 2026
કેડરલોકરક્ષક વર્ગ-3
જાહેરાત નંબરGPRB/202627/1
કુલ સુધારેલી જગ્યાઓ12,752
મૂળ જાહેરાતની તારીખ20 નવેમ્બર 2026
જગ્યાઓમાં સુધારાની સૂચનાની તારીખ23 નવેમ્બર 2026
નોકરીનું સ્થળગુજરાત


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


લોકરક્ષક કેડર ની પોસ્ટ માટે ઉમેદવારી માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. 

1. ધોરણ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકશે 
2. સરકાર દ્વારા માન્ય સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ લાગુ નિયમો મુજબ અરજી કરી શકશે 
3. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અરજી  સમયે તૈયાર રાખવા 

અંતિમ લાયકાત અને પ્રમાણપત્ર અંગેની શરતો વિગતવાર જાહેરાત મુજબ લાગુ પડશે.





ક્રમસંવર્ગનું નામજગ્યાઓ
1બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (UPC)8,233
2હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (APC)1,132
3હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF)3,107
4જેલ સિપાઈ (પુરુષ)251
5જેલ સિપાઈ (મહિલા / મેટ્રોન)29
કુલ જગ્યાઓ12,752

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

સુધારેલી જગ્યાઓની ટૂંકી જાહેરાતમાં તમામ કેટેગરી માટેની  ચોક્કસ  વય મર્યાદા અને વયમાં છૂટછાટ ની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ નથી. 

ઉમેદવારોએ નીચેની વિગતો 26 નવેમ્બર 2026 ના રોજ ojas પર પ્રકાશિત થનારી વિગતવાર જાહેરાતમાંથી તપાસવી: 

1. લઘુત્તમ વય મર્યાદા 
2. મહત્તમ વય મર્યાદા 
3. અનામત કેટેગરી માટે વય માં છૂટછાટ 
4. મહિલા ઉમેદવારો માટે લાગુ નિયમો 
5. વય  ગણતરી ની તારીખ



વિગતતારીખ
મૂળ ભરતી જાહેરાત20 નવેમ્બર 2026
જગ્યાઓમાં સુધારાની સૂચના23 નવેમ્બર 2026
અરજી શરૂ થવાની તારીખમૂળ જાહેરાત મુજબ તપાસો
અરજી કરવાની છેલ્લી તારીખમૂળ જાહેરાત મુજબ તપાસો




🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી માટે અરજી ojas ગુજરાત પોર્ટલ મારફતે કરવાની રહેશે. 

1. Ojas ની સત્તાવાર વેબસાઈટ ખોલો 
2. સંબંધિત લોક રક્ષક ની વિગતવાર જાહેરાત વાંચો 
3. અરજી લિંક ઉપલબ્ધ થયા પછી જાહેરાત નંબર GPRB/202627/1 પસંદ કરો 
4. જરૂરી વ્યક્તિગત વિગતો ભરો 
5. શૈક્ષણિક લાયકાતની વિગતો દાખલ કરો 
6. જરૂરી ફોટોગ્રાફ્ અને સહી અપલોડ કરો 
7. અરજીમાં ભરેલી વિગતો ધ્યાનથી તપાસો 
8. લાગુ પડતી અરજી ફી હોય તો સૂચના મુજબ ભરો 
9. અરજી કન્ફર્મ કરો અને તેની પ્રિન્ટ અથવા પીડીએફ સાચવી રાખો 

મહત્વપૂર્ણ: ઓનલાઇન અરજી કરતા પહેલા તમામ સૂચનાઓ વાંચવી. અરજીની અંતિમ તારીખ ની રાહ જોયા વગર સમયસર અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી.

જરૂરી દસ્તાવેજો 

અરજી કરતી વખતે સામાન્ય રીતે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા: 

1. ધોરણ 10 ની માર્કશીટ 
2. ધોરણ 12 ની માર્કશીટ 
3. શાળા છોડિયાનું પ્રમાણપત્ર 
4. આધારકાર્ડ અથવા અન્ય ઓળખ પત્ર 
5. પાસપોર્ટ સાઇઝ નો ફોટોગ્રાફ 
6. ઉમેદવારની સહી 
7. જાતિનો દાખલો લાગુ પડતો હોય તો 
8. નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો 
9. EWS પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો 
10. અન્ય જરૂરી પ્રમાણપત્ર
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE

Gujju rozgar pro tips 


1. જૂની 2841 જગ્યાઓની માહિતી ના બદલે સુધારેલી 12,752 જગ્યાઓની યાદી ધ્યાનમાં રાખો 
2. અરજી કરતા પહેલા પોતાની શૈક્ષણિક લાયકાત અને કેટેગરીની શરતો તપાસો 
3. વય મર્યાદા અને શારીરિક માપદંડ માટે સત્તાવાર વિગતવાર જાહેરાત વાંચો 
4. અરજીમાં નામ, જન્મ તારીખ અને શૈક્ષણિક વિગતો પ્રમાણપત્ર મુજબ જ ભરો
5. અરજી કન્ફર્મ કર્યા પછી તેની નકલ સાચવી રાખો 
6. ભરતી સંબંધીત નવા અપડેટ માટે GPRB અને OJAS ની સત્તાવાર વેબસાઈટ તપાસતા રહો.


વારંવાર પૂછાતા પ્રશ્નો 


1. ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી 2026 માં કુલ કેટલી જગ્યાઓ છે? 
જવાબ: સુધારેલી જાહેરાત મુજબ કુલ 12752 જગ્યાઓ છે. 

2. અગાઉની 2841 જગ્યાઓમાં વધારો થયો છે? 
જવાબ: હા. અગાઉની 2,841 જગ્યાઓ વધારીને 12,752 કરવામાં આવી છે. 

3. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ છે?
જવાબ: કુલ 8233 જગ્યાઓ છે. 

4. SRPF કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ છે? 
જવાબ: SRPF હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3107 જગ્યાઓ છે.

5. જેલ સિપાહી ની કેટલી જગ્યાઓ છે? 
જવાબ: પુરુષ જેલ સિપાહીની 251 અને મહિલા જેલ સિપાઈ/મેટ્રનની 29 જગ્યાઓ છે. 

6. શૈક્ષણિક લાયકાત શું છે? 
જવાબ: લોકરક્ષક કેડર માટે ધોરણ 12 પાસ અથવા સરકાર માન્ય સમકક્ષ લાયકાત જરૂરી છે. 

7. ઓનલાઇન  અરજી ક્યાંથી શરૂ થશે? 
જવાબ: 26 નવેમ્બર 2026 ના રોજ બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે 

8. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? 
જવાબ! 16 ડિસેમ્બર 2026  રાત્રે 11:59 વાગ્યા સુધી 


Post a Comment

0 Comments